Weather Update: હવામાન વિભાગે કરી આગાહી,દિલ્લી NCR સહિત આ દેશના આ રાજ્યોમાં પડ ગાજવીજ સાથે કમોસમી વરસાદ
દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં શનિવારે વરસાદને કારણે તાપમાનમાં લગભગ 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો.બીજી તરફ ભારતના ઉત્તરી રાજ્યોમાં રવિવારે પણ વરસાદની શક્યતા છે.
Weather Update Today: દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં શનિવારે વરસાદને કારણે તાપમાનમાં લગભગ 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો.બીજી તરફ ભારતના ઉત્તરી રાજ્યોમાં રવિવારે પણ વરસાદની શક્યતા છે.
દેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે અને આકરી ગરમી વચ્ચે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો છે અને કેટલાક રાજ્યોમાં થવાની સંભાવના છે. વરસાદના કારણે દેશના ઉત્તરીય રાજ્યો સહિત અનેક સ્થળોએ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો અને આકરા તડકાના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. જો કે, હવે આ આકરા તડકા અને ભેજવાળી ગરમીમાંથી છુટકારો મળવાની આશા છે. હવામાન વિભાગે ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (30 એપ્રિલ) ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનો અનુમાન છે. હિમાલયના રાજ્યોમાં વરસાદની સાથે, બરફ પણ પડી શકે છે. IMDએ ઉત્તરીય ભાગોમાં ભારે પવન સાથે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે. આ દિવસોમાં કેદારનાથ ધામમાં દર્શન માટે ગયેલા શ્રદ્ધાળુઓ પણ ત્યાં સતત હિમવર્ષાનો સામનો કરી રહ્યા છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
શનિવારે દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં લગભગ 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો અને વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. બીજી તરફ, રવિવારે પણ દિલ્હી-NCRમાં વરસાદની સંભાવના છે. આ સાથે તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ, માહે, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.
પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ અને માહેમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઓડિશા, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઉત્તર આંતરિક કર્ણાટક અને લક્ષદ્વીપમાં પણ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને કોસ્ટલ કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કેટલાક સ્થળોએ તેજ પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે.