શોધખોળ કરો
કેરાલામાં ભારે વરસાદઃ ભૂસ્ખલનથી 12 લોકોના મોત, ચાના બગીચામાં 80 લોકો કાટમાળ નીચે દબાયા
મન્નારની પાસે થયેલા આ ભૂસ્ખલનમાં એક ચાના બગીચામાં કેટલાય મજૂરો ફસાયેલા છે. લૉકલ અધિકારીઓ અનુસાર ભારે વરસાદના કારણે રાહત ટીમોને ઘટના સ્થળે પહોંચવામાં પરેશાન થઇ રહી છે, કેમકે રસ્તો પણ તુટી ગયો છે

ઇડુક્કીઃ કેરાલામાં ભારે વરસાદે ભયંકર તબાહી મચાવી દીધી છે. રાજ્યના ઇડુક્કી જિલ્લામાં રાજમાલાના પેત્તિમુદીમાં ધોધમાર વરસાદ પડવાના કારણે શુક્રવારે સવારે ભૂસ્ખનની ઘટના ઘટી, આ ભૂસ્ખલનમાં 12 લોકોના મોત થઇ ગયા છે. મન્નારની પાસે થયેલા આ ભૂસ્ખલનમાં એક ચાના બગીચામાં કેટલાય મજૂરો ફસાયેલા છે. લૉકલ અધિકારીઓ અનુસાર ભારે વરસાદના કારણે રાહત ટીમોને ઘટના સ્થળે પહોંચવામાં પરેશાન થઇ રહી છે, કેમકે રસ્તો પણ તુટી ગયો છે. અધિકારીઓએ જણાવ્યુ કે, સતત વરસાદના કારણે વીજળીની લાઇન અસરગ્રસ્ત થવાથી વિસ્તારમાં સંચાર સેવાઓ ખોરવાઇ ગઇ છે. તેમને જણાવ્યુ કે કમ સે કમ 80 લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. ભૂસ્ખલનના કારણે લગભગ 10 મજૂરોના ઘરો પણ ધરાશાયી થઇ ગયા છે. અધિકારીઓએ જણાવ્યુ કે, ભારે વરસાદના કારણે આ વિસ્તારને જોડનારો પુલ પણ ગુરુવારે તુટી ગયો છે, જેના કારણે ઘટના સ્થળ સુધી પહોંચવામાં તકલીફો પડી રહી છે. સતત વરસાદના કારણે બચાવ ટીમો ઝડપથી કામ નથી કરી શકતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે, એટલુ જ નહીં જિલ્લા વહીવટી તંત્રએ હૉસ્પીટલોને પણ દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા કહ્યુ છે, વળી હવામાન વિભાગે વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દીધો છે.
વધુ વાંચો




















