Jodhpur gas cylinder explosion: જોધપુરમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ, 4 લોકોના મોત 16 ઘાયલ
રાજસ્થાનના જોધપુરમાં શનિવારે એક મકાનમાં ગેસ ભરતી વખતે એક પછી એક 6 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણેએક જ ઘરના 4 સભ્યોના મોત થયા હતા.
રાજસ્થાનના જોધપુરમાં શનિવારે એક મકાનમાં ગેસ ભરતી વખતે એક પછી એક 6 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણેએક જ ઘરના 4 સભ્યોના મોત થયા હતા. અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક પછી એક 6 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ આજુબાજુના ઘરો ધ્રૂજી ઉઠ્યાં હતા. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. પરિસ્થિતિ એવી હતી કે બ્લાસ્ટ પછી પણ લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા.
Rajasthan | Four persons died and 16 got injured in a gas cylinder explosion in the Kirti Nagar area of Jodhpur pic.twitter.com/x9x0jyl0cw
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 8, 2022
ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધે તેવી આશંકા છે. ઘાયલોને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આમાંથી મોટાભાગના લોકો 80 ટકાથી વધુ દાઝી ગયા છે.
જોધપુરમાં કીર્તિ નગરમાં જે મકાનમાં બ્લાસ્ટ થયો હતો તે ઘરમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો વેપાર થતો હતો. સિલિન્ડરમાંથી ગેસ લીક થતો હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે એક વ્યક્તિએ મેચ લાઇટ કરીને ગેસ લીકેજ ચેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સિલિન્ડરમાં આગ લાગી હતી. આ પછી ત્યાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સાંકડી ગલીમાં ઉભેલા ઘણા લોકો આગની લપેટમાં આવી ગયા. લગભગ 16 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને નયાપુરા હોસ્પિટલ અને બાદમાં એમજીએચ લઈ જવામાં આવ્યા હતા.