Ranikhet Hill Station: બાળકો કરી રહ્યા છે ફરવાની જિદ્દ તો ફરી આવો રાનીખેત, ખૂબ મજા આવશે
ઉત્તરાખંડમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. અને તેમાંથી એક છે રાનીખેત, આ જગ્યા સુંદર હોવા સાથે સાથે પરિવાર સાથે ફરવા માટે ખૂબ જ સારી છે.
Ranikhet Hill Station: બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે નવું સત્ર શરૂ થાય તે પહેલાં રજાઓ શરૂ થઈ ગઈ છે, તેથી જો તેઓ મુસાફરીનો આગ્રહ રાખતા હોય તો વિકેન્ડ ટ્રીપ માટે રાનીખેત બેસ્ટ છે. અહી દેવદારના વૃક્ષો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. રોજની ભાગદોડમાંથી દૂર થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવવા માંગો છો તો આજે જ પરિવાર સાથે રાનીખેત ફરવાનું પ્લાનિંગ કરી લો. અહી તમે પરિવાર સાથે જોરદાર એન્જોય કરી શકો છો
તમે રાનીખેતમાં શું કરી શકો?
જો કે રાનીખેત એક નાનકડી ટેકરી પર આવેલું છે પરંતુ તેમ છતાં અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે. અહીં કેટલીક વસ્તુઓ છે જે તમે રાનીખેતમાં કરી શકો છો.
તમે 700 વર્ષ જૂના ઝુલા દેવી મંદિરની મુલાકાત લઈ શકો છો.
મનકામેશ્વર મંદિરની મુલાકાત લઇ શકો છો. તે પ્રવાસીઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.
તમે હૈદખાન બાલાજી મંદિરની મુલાકાત લઈ શકો છો, જે ઉત્તરાખંડની કુમાઉ પહાડી પર છે. અહીંથી તમે સુંદર નજારો માણી શકો છો.
તમે શીતલખેતમાં અદભૂત નજારો જોઈ શકો છો.
અહીં એક ગોલ્ફ કોર્સ પણ છે જ્યાં તમે એન્ટ્રી ફી ભરીને આનંદ માણી શકો છો.
રાનીખેત કેવી રીતે પહોંચવું ?
ફ્લાઇટ- પંતનગર એરપોર્ટ રાનીખેતનું સૌથી નજીકનું એરપોર્ટ છે અને તે રાનીખેતથી 119 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટથી રાનીખેત પહોંચવા માટે તમે ટેક્સી અથવા કેબ લઈ શકો છો.
ટ્રેન- રાનીખેતનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે, જે રાનીખેતથી 80 કિમી દૂર છે. હલ્દવાની અને કાઠગોદામ રેલ્વે સ્ટેશનથી રાનીખેત જવા માટે તમે ટેક્સીની મદદ લઈ શકો છો.
રોડ દ્વારા- તમે કાર, બસ અથવા બાઇક દ્વારા અહીં સરળતાથી પહોંચી શકો છો. રાનીખેત દિલ્હી, દેહરાદૂન, હરિદ્વાર અને ચંદીગઢ જેવા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે.
Atiq Ahmed : ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહમદ દોષિત જાહેર
Umesh Pal Case: પ્રયાગરાજની વિશેષ એમપી-એમએલએ અદાલતે ઉમેશ પાલ અપહરણ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. 17 વર્ષ જૂના આ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહમદ અને તેના ભાઈ સહિત 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.
પ્રયાગરાજ કોર્ટના નિર્ણયથી અતીક અહેમદને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. અતીકના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેના જીવને ખતરો છે. વકીલે કોર્ટ પાસે રક્ષણ માંગ્યું હતું. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતીકને જેલમાં લાવવામાં આવ્યો છે. આ કોર્ટનો મામલો નથી. તમે હાઈકોર્ટમાં જાવ. રાજ્ય સુરક્ષાનું ધ્યાન રાખશે.