શોધખોળ કરો
Advertisement
5 જૂનથી જાટ અનામત આંદોલનની ઘમકી, સાત જિલ્લામાં 144 કલમ લાગુ
નવી દિલ્લીઃ જાટ સમુદાયના સંગઠન અખિલ ભારતીય જાટ આરક્ષણ સંધર્ષ સમિતિ (એબીજેએએસએસ)એ 5 જૂન ફરી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા હરિયાણા સરકાર સાથે થયેલી વાતચીત અનિર્ણાયક રહી હતી. ખટ્ટર સરકારનાં જણાવ્યા મુજબ સમિતિની અમુક વાત સ્વીકારવા લાયક નથી.
હરિયાણાના ટ્રાંસપોર્ટ મિનિસ્ટર કૃષ્ણપાલ પંવાર અને એબીજેએએસએસ પ્રમુખ યશપાલ મલિક વચ્ચે ગુરુવારે નવી દિલ્લીમાં વાતચીત થઇ હતી. સમિતિએ પ્રદર્શનકારિયો પર લગાડવામાં આવેલા કેસ દૂર કરી અને તેમની સુરક્ષાની ખાતરીની માંગ કરી હતી. આના બદલમાં સરકારે આંદોલન પરત લેવાની માંગ કરી હતી. સરકારે સમિતિની માંગની ના પડતા હવે આંદોલન ફરી શરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
5 જૂને થનારા જાટ અનામત આંદોલન પહેલા જ શુક્રવારે હરિયણાના સાત સંવેદનશીલ જિલ્લામાં 144 લાગુ કરવામાં આવી હતી. જ્યાં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર રોક લગાડી દેવામાં આવી છે. તેમજ હિસારમાં એક વ્યક્તિ સામે દેશદ્રોહનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion