શોધખોળ કરો
Advertisement
બિહારમાં વીજળી પડવાથી 23 જિલ્લામાં કુલ 83 લોકોના મોત
બિહારના કુલ 38 જિલ્લામાંથી 23 જિલ્લામાં વીજળીનો કહેર જોવા મળ્યો હતો. સૌથી વધુ ગોપાલગંજમાં 13 લોકોના મોત થયા છે.
પટના: બિહારમાં વીજળી પડવાના કારણે ખૂબ જ મોટાપાયે નુકશાન થયું છે. રાજ્યમાં આકાશીય વીજળી પડવાના કારણે 83 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. બિહારના કુલ 38 જિલ્લામાંથી 23 જિલ્લામાં વીજળીનો કહેર જોવા મળ્યો હતો. સૌથી વધુ ગોપાલગંજમાં 13 લોકોના મોત થયા છે. મધુબની-નવાદામાં 8-8 લોકોના મોત થયા છે. દરભંગા અને બાંકામાં પણ 5-5 લોકોના મોત થયા છે.
કયા જિલ્લામાં કેટલા લોકોના મોત થયા
ગોપાલગંજ-13
પૂર્વી ચંપારણ-5
સિવાન-6
દરભંગા-5
બાંકા-5
ભાગલપુર-6
ખગડિયા-3
મધુબની-8
પશ્ચિમ ચંપારણ-2
સમસ્તીપુર-1
શિવહર-1
કિશનગંજ-2
સારણ-1
જહાનાબાદ-2
સીતામઢી-1
જમુઈ-2
નવાદા-8
પુર્ણિયા-2
સુપૌલ-2
ઔરંગાબાદ-3
બક્સર-2
મધેપુરા-1
કૈમુર-2
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર માટે 72 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 72 કલાક સુધી ભારે વરસાદને લઈને આજે ગુરૂવારે એલર્ટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મૂ-કાશ્મીર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આજે પણ રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement