Drone Video: ડ્રૉન પર લટકીને માણસ ઉડ્યો હવામાં, લોકો રહી ગયા જોતા..........
હાલમાં આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર આઠ લાખથી વધુ વાર જોવામાં ચૂક્યો છે. એટલુ જ નહીં વીડિયોને 27 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.
Drone Video: આજના ઇન્ટરનેટ યુગમાં સોશ્યલ મીડિયા પર દરરોજ હજારોની સંખ્યામાં અવનવા અને વિચિત્ર વીડિયો વાયરલ થતા રહે છે, તાજેતરમાં જ એક ડ્રૉન વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યુ છે, ખરેખરમાં આ ડ્રૉન એટલુ મોટી સાઇઝનુ છે કે, તેને પકડીને માણસ પણ હવામાં આરામથી ઉડી શકે છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખી શકાય છે કે એક માણસ ડ્રૉનને પકડીને ડ્રૉનની સાથે તે પણ હવામાં ઉડી રહ્યો છે.
ડ્રોનના આ વાયરલ વીડિયો એક વ્યક્તિ ડ્રૉન સાથે ઉડી રહ્યો છે, આના પરથી સવાલ થાય કે આ ડ્રૉન કેટલુ વજન ઉંચકી શકતુ હશે. ખરેખરમાં આ ડ્રૉન મોટી સાઇઝનુ છે, જેના કારણે આ શક્ય બન્યુ છે. જુઓ આ ડ્રૉન હવામાં ઉડી રહ્યું છે. તે જ સમયે, એક વ્યક્તિ તે મોટા ડ્રૉનને પણ પકડી લે છે. ડ્રૉન હવામાં ઉડવા લાગે છે કે તરત જ વ્યક્તિ પણ તેની સાથે હવામાં ઉડવા લાગે છે. જોકે આ વીડિયો ક્યાંનો છે તે અંગે હજુ સુધી કોઇ પુષ્ટી થઇ શકી નથી. પરંતુ વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે.
હાલમાં આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર આઠ લાખથી વધુ વાર જોવામાં ચૂક્યો છે. એટલુ જ નહીં વીડિયોને 27 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.
ખાસ વાત છે કે, આજના સમયમાં ડ્રૉનનો ઉપયોગ ઘરેથી લઇને સરહદ અને ઉદ્યોગ અને વેપાર-ધંધામા મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. કોઈપણ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અને સરહદ પર નજર રાખવા તેમજ દુશ્મન પર એટેક કરવા માટે પણ ડ્રૉનનો ઉપયોગ થઇ રહ્યો છે. ડ્રૉનને એક રિમૉટથી સુરક્ષિત જગ્યાએથી ઓપરેટ કરીને કોઇપણ વ્યક્તિ ધાર્યુ કામ આરામથી પાર પાડી શકે છે.
આ પણ વાંચો.............
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ
રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી
Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં
Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત