શોધખોળ કરો
Advertisement
JNU પહોંચી દીપિકા પાદૂકોણ, ઘાયલ વિદ્યાર્થી નેતા આઈશી ઘોષ સાથે કરી મુલાકાત
બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની બહાર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી.
નવી દિલ્હી: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની બહાર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. રવિવારે બુર્ખા પહેરી ગુંડાઓએ વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી, જેમાં જેએનયૂ વિદ્યાર્થી અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 34 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે વિદ્યાર્થીઓને સમર્થન કરવા માટે દીપિકા જેએનયૂ કેમ્પસ પહોંચી હતી.
જેએનયૂ કેમ્પસમાં કન્હૈયા કુમાર રવિવારે થયેલી હિંસાની વિરૂદ્ધમાં એક પ્રદર્શનમાં આઝાદીના નારા લગાવી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક દીપિકા પાદૂકોણ પહોંચી હતી અને વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થી અધ્યક્ષ આઈશી ઘોષ સાથે મુલાકાત પણ કરી હતી. તેમણે મીડિયા સાથે કોઈ વાત નહોતી કરી અને પરત ફરી હતી.Delhi: Deepika Padukone joins students at Jawaharlal Nehru University, during their protest against #JNUViolence. pic.twitter.com/9P6IMzs0AS
— ANI (@ANI) January 7, 2020
ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે સાત વાગેયે સાબરમતી હોસ્ટેલની બહાર 200 લોકોની ભીડ એકઠી થઈ હતી. તમામે પોતાના મોઢા પર રૂમાલ બાંધી રાખ્યા હતા. આ બુર્ખાધારીઓે હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી. આ મામલે દિલ્હી પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે. પોલીસે હવે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. જેની તપાસ ક્રાઈમ બ્રાંચ કરી રહ્યું છે.JNU पहुंची अभिनेत्री दीपिका पादुकोण, कन्हैया कुमार के प्रदर्शन में हुईं शामिल...#Deepika #JNUviolence pic.twitter.com/HzSQfHmYyb
— ABP News (@ABPNews) January 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion