શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 39 પહોંચી, નેપાલ બોર્ડર પર એલર્ટ તો બેગ્લુંરુમાં સ્કૂલો બંધ
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે નેપાલ બોર્ડર પર એલર્ટ આપી દીધુ છે અને NDRFની ટીમોને તૈનાત કરી દીધી છે
નવી દિલ્હીઃ કેરાલામાં કાતિલ કોરોનાના પાંચ નવા કેસોની પુષ્ટિ થયા બાદ હવે ભારતમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 39એ પહોંચી ગઇ છે. સરકાર તરફથી આ વાયરસથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વળી નેપાલ બોર્ડર પર સતત એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારત સરકાર તરફથી નેપાલ બોર્ડર પર NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.
ભારતમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. કેરળમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, તમામ પોઝિટિવ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, પરિવારના ત્રણ લોકો ઈટાલીથી પરત ફર્યા છે અને બે અન્ય લોકોને તેમના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈ ચાલતી અફવા પર ધ્યાન ન આપવા અને સાવધાની રાખવા લોકોને અપીલ કરી હતી.
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે નેપાલ બોર્ડર પર એલર્ટ આપી દીધુ છે અને NDRFની ટીમોને તૈનાત કરી દીધી છે. ઉપરાંત બેગ્લુંરુમાં સ્કૂલોમાં KG, LKG અને UKGના બાળકોને રજા આપીને સ્કૂલો બંધ કરી દેવાઇ છે.
દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી 3200થી વધુનાં મોત થયાં છે. ચીનમાં મૃત્યુઆંક 3000ને પાર પહોંચી ગયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી 110 જેટલાં લોકોનાં મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના 196 નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિઓ અને બીએસએનએલે પોતાની સેવા નેટવર્ક પર લોકોને કૉલર ટ્યૂન તરીકે 30 સેકન્ડના કોરોના વાયરસની જાગૃતતા સંદેશને સંભળાવવાનુ શરૂ કરી દીધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion