શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે 370 પર એવો કયો પ્રશ્ન કર્યો કે અમિત શાહ ભડક્યા, ને પછી શું આપ્યો જવાબ, જાણો વિગતે
અમિત શાહે જવાબ આપ્યો કે, તમે જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસની દીશા અને નીતિ સ્પષ્ટ કરો, કોંગ્રેસનું શુ સ્ટેન્ડ છે, સંયુક્ત રાષ્ટ્ર કાશ્મીરને મૉનિટર કરે શકે છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુર્નગઠન બિલ પર લોકસભામાં કોંગ્રેસના એક પ્રશ્નએ હંગામો કરી દીધો, ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજને 370 પર એવો યુએનને લઇને પ્રશ્ન કર્યો કે સંસદમાં હંગામો શરૂ થઇ ગયો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભડક્યા.
ચર્ચા દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ અનુચ્છેદ 370 પર યુએનની દખલગીરી-મૉનિટરીંગને લઇને પ્રશ્ન કર્યો હતો.
અંધીર રંજને પ્રશ્ન કર્યો કે મોદી સરકારે રાતોરાત કાયદાનુ નિયમોને નેવે મુકીને જમ્મુ-કાશ્મીરના બે ટુકડા કરી નાંખ્યા છે. અમિત શાહે આ અંગે પુછ્યુ કે અધીર રંજન તમે બતાવો કે સરકારે કયા નિયમનું ઉલ્લંઘન કર્યુ છે.
ત્યારે અધીર રંજને પ્રશ્ન કર્યો કે તમને કહો છો કે કાશ્મીર આપણો અંદરનો મુદ્દો છે, પણ અહીં તો સંયુક્ત રાષ્ટ્ર 1948થી આને મૉનિટર કરી રહ્યું છે. અધીર રંજનના આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભડક્યા હતા.
આને લઇને અમિત શાહે જવાબ આપ્યો કે, તમે જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસની દીશા અને નીતિ સ્પષ્ટ કરો, કોંગ્રેસનું શુ સ્ટેન્ડ છે, સંયુક્ત રાષ્ટ્ર કાશ્મીરને મૉનિટર કરે શકે છે.Adhir Ranjan Chowdhury, Congress, in Lok Sabha: S Jaishankar told Mike Pompeo a few days before that Kashmir is a bilateral matter, so don't interfere in it. Can J&K still be an internal matter? We want to know. Entire Congress party wants to be enlightened by you. https://t.co/76se7Rb3QS
— ANI (@ANI) August 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement