એન્ટીલિયા-મનસુખ હિરેન હત્યા કેસ: પ્રદીપ શર્માને 28 જૂન સુધી NIAની કસ્ટડીમાં મોકલાયા, જાણો શું છે આરોપ
NIAએ એન્ટીલિયા સામે વાહનમાં વિસ્ફોટકો રાખવા અને મનસુખ હિરેન હત્યા કેસ મામલે કથિત રીતે સંડોવણી માટે પૂર્વ એનકાઉન્ટર સ્પેશયાલિસ્ટ પોલીસ અધિકારી અને શિવસેના નેતા પ્રદીપ શર્માની મુંબઈમાં આજે ધરપકડ કરી છે. બાદમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને 28 જૂન સુધી એનઆઈએની કસ્ટડીમાં મોકલી દિધા છે.
NIAએ એન્ટીલિયા સામે વાહનમાં વિસ્ફોટકો રાખવા અને મનસુખ હિરેન હત્યા કેસ મામલે કથિત રીતે સંડોવણી માટે પૂર્વ એનકાઉન્ટર સ્પેશયાલિસ્ટ પોલીસ અધિકારી અને શિવસેના નેતા પ્રદીપ શર્માની મુંબઈમાં આજે ધરપકડ કરી છે. બાદમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને 28 જૂન સુધી એનઆઈએની કસ્ટડીમાં મોકલી દિધા છે.
એનઆઈએનો દાવો છે કે પ્રદીપ શર્મા મનસુખ હિરેન હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ છે. આ સાથે જ પૂરાવાનો નાશ કરવામાં, કાવતરામાં સામેલ થવાનો આરોપ છે. જ્યારે પ્રદિપ શર્માએ પોતાના નિર્દોષ ગણાવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે એનઆઈએની ટીમે પ્રદીપ શર્માને બુધવારેની રાત્રે મુંબઈની નજીક લોનાવાલાથી પકડ્યા અને પૂછપરછ માટે દક્ષિણ મુંબઈ સ્થિતિ એજન્સીની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા.
અધિકારીએ કહ્યું, 'એનઆઈએ દ્વારા મુંબઈના અંધેરીમાં જેબી નગર સ્થિત તેમના ઘર પર સવારે છ વાગ્યાથી દરોડા પાડવામાં આવ્યા અને આ તપાસ કલાકો સુધી ચાલી. અધિકારીઓએ તેમના ઘરેથી કેટલાક આપત્તિજનક દસ્તાવેજ મળી આવ્યા છે.'
તેમણે કહ્યું કે કેટલાક કલાકોની પુછપરછ બાદ એનઆઈએ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં શર્માનું નામ આવ્યા બાદ એનઆઈએ દ્વારા આશરે બે મહિના પહેલા પોતાની ઓફિસમાં બે દિવસ સુધી પુછપરછ કરી હતી. શર્મા પોલીસ વિભાગના પાંચમાં વ્યક્તિ છે જેને એનઆઈએ દ્વારા આ મામલે ધરપકડ કરવામાં આવી છે.
એજન્સીએ આ પહેલા પોલીસ અધિકારી સચિન વાઝે, રિયાજુદ્દીન કાજી, સુનીલ માનેની ધરપકડ કરી ચૂક્યું છે. એજન્સીએ પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદેને પણ આ કેસમાં ક્રિકેટ સટોડિયા નરેશ ગોર સાથે અટકાયત કરી છે.
નોંધનીય છે કે આ વર્ષે 25 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ મુંબઈ સ્થિત એન્ટિલિયાની પાસે એક લાવારિસ એસયુવી મળી હતી. આ એસયુવીમાં જિલેટીનની સ્ટિક હતી. ત્યારબાદ આ એસયુવીના માલિક મનસુખ હીરેનની 5 માર્ચના રોજ મુંબ્રાના નાળામાંથી લાશ મળી હતી. મનસુખના પરિજનોએ હત્યાનો આરોપ સચિન વાઝે પર લગાવ્યો હતો. આ સમગ્ર કેસની તપાસ NIA કરી રહી છે.