શોધખોળ કરો
Advertisement
ફારૂક અબ્દુલ્લાની બહેન અને દીકરીની અટકાયત, કલમ 370 હટાવવા વિરુદ્ધ કરી રહી હતી પ્રદર્શન
ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને બહેનને કલમ 370 હટાવવાનો વિરોધ કરવાના મામલે અટકાયત કરવામાં આવી છે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને બહેનને કલમ 370 હટાવવાનો વિરોધ કરવાના મામલે અટકાયત કરવામાં આવી છે. ફારૂક અબ્દુલ્લાની પુત્રી સાફિયા અને બહેન સુરૈયા સહિત છ મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.
બાંયો પર કાળી પટ્ટી બાંધીને તખ્તીઓ હાથમાં પકડીને પ્રદર્શન કરી રહી હતી, તે દરમિયાન પોલીસે મહિલાઓને પ્રદર્શન કરતાં રોક્યા અને શાંતિપૂર્ણ રીતે ઘરે જવાનું કહ્યું, જોકે મહિલાઓએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મહિલાઓ પ્રદર્શન ચાલુ રાખીને ધરણાં પર બેસી ગઇ, જે બાદ મહિલાઓને સીઆરપીએફના જવાનોએ પોલીસ વાહનમાં બેસાડી દીધી હતી.
મહિલાઓનું કહેવુ છે કે, અમે કાશ્મીરની મહિલાઓએ ભારત સરકાર દ્વારા કલમ 370 અને 35એ હટાવવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવાના એકતરફી નિર્ણયનો અસ્વીકાર કરી દીધો છે. તેમને અટકાયત કરેલા બધાને મુ્કત કરવાની પણ માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી તે પહેલા જ ફારૂક અને ઉમર અબ્દુલ્લાને નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી કોઇ રાજકીય પક્ષા પ્રદર્શન કે વિરોધમાં ના ઉતરી શકે.Srinagar: Farooq Abdullah's sister Suraiya and daughter Safiya detained during a protest against abrogation of #Article370 https://t.co/E28i4c96zu pic.twitter.com/oAbrIiC3Rs
— ANI (@ANI) October 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement