શોધખોળ કરો
Advertisement
અરવિંદ કેજરીવાલે કહ્યું- અમે દેશ અને સેના સાથે ઉભા છીએ, ચીન સામે કડક કાર્યવાહી થાય
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે.
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે આ સમયે દેશ અને સેના સાથે ઉભા છીએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું, 'અમે દેશ અને સેના સાથે ઉભા છીએ. ચીન સામે કડક કાર્યવાહી થઈ જોઈએ.'
ઉલ્લેખનીય છે કે ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે તમામ પક્ષોની મિટિંગ બોલાવી છે. તેમાં આશરે 20 રાજકીય પક્ષો ભાગ લઈ રહ્યા છે. આ વર્ચૂઅલ મિટિંગમાં પ્રધાનમંત્રી મોદી સિવાય ગૃહ મંત્રી અમિત શાહ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પણ હાજર રહેશે. પરંતુ આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળે આ બેઠકમાં પોતાની પાર્ટીને ન બોલાવવામાં આવતા નારાજગી જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે લદાખની ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ 14 પર સોમવારે ચીન સૈનિકોના અચાનક હુમલામાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ભારતે તેને ચીનની સુનિયોજિચ અને યોજનાબદ્ધ રીતે રચેલુ કાવતરૂ ગણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
Advertisement