(Source: ECI/ABP News/ABP Majha)
Covid Update: કોરોનાના વધતા કેસો વચ્ચે રાહતના સમાચાર, જાણો એક્સપર્ટે શું સલાહ આપી
હાલ દેશમાં Covid19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે સાથે જ દેશમાં રોજ નોંધાતા કુલ કેસોની સંખ્યા પણ 2500 થી 3000 સુધી પહોંચી છે.
હાલ દેશમાં Covid19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે સાથે જ દેશમાં રોજ નોંધાતા કુલ કેસોની સંખ્યા પણ 2500 થી 3000 સુધી પહોંચી છે. આ દરમિયાન એક રાહતના સમાચાર આવ્યા છે. એક એક્સપર્ટ ડોક્ટરે કહ્યું છે કે, જે કોરોના કેસ વધી રહ્યા છે તે કોરોના સંક્રમિત દર્દીઓને સામાન્યથી મધ્યમ લક્ષણો જોવા મળી રહ્યા છે. પરંતુ આપણે સંક્રમિત ના થઈએ તે માટે પુરતી સાવચેતી રાખવી જરુરી છે.
હાલના દર્દીઓમાં સમાન્ય લક્ષણઃ
દિલ્હીમાં આવેલી અપોલો હોસ્પિટલના સિનિયર પુલમોનોલોજીસ્ટ ડૉ. નિખિલ મોદીએ આ અંગે વાત કરતાં જણાવ્યું કે, છેલ્લા 10 દિવસમાં થયેલ કોરોના કેસમાં વધારો ફક્ત દિલ્હીમાં જ નથી થયો પણ બીજા શહેરોમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ જે કેસો આવી રહ્યા છે તે બધા સામાન્ય લક્ષણો વાળા કોરોનાના કેસ છે. જો કે તેમણે સાવચેતી રાખવા માટે કહ્યું કે, જો દેશમાં સતત કોરોના કેસ વધતા રહે તો આપણે કોરોનાને રોકવા માટેના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.
અપચો અને ઝાડાના લક્ષણોઃ
ડૉ. નિખિલ મોદીએ હાલ આવી રહેલા કોરોના કેસના લક્ષણો વિશે વાત કરતાં કહ્યું કે, અત્યારે જે કોવિડ19ના કેસ આવી રહ્યા છે, તેમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં અપચો અને ઝાડાના લક્ષણો દેખાઈ રહ્યા છે. મોટા ભાગના કોરોના સંક્રમિત લોકોને સામાન્ય લક્ષણો જ આવી રહ્યા છે અને બહુ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
બાળકોમાં શરુ થનારા કોરોના રસીકરણ અંગે વાત કરતાં ડૉ. નિખિલ મોદીએ કહ્યું કે, હજી સુધી બાળકોને કોરનાની રસી નથી અપાઈ તેથી તેઓ કોરોના ફેલાવનારા સ્પ્રેડર બની શકે છે. સાથે જ તેમના શરીરમાં દાખલ થયેલા વાયરસના નવા મ્યુટેશનની શક્યતાઓ પણ રહેલી છે.