શોધખોળ કરો
Advertisement
નવેમ્બરના અંત સુધીમાં ખતમ થશે તમામ મુશ્કેલીઓ, તમામ એટીએમ તૈયાર, નવી નોટ છાપવાનું કામ પણ પૂર્ણ
નવી દિલ્હીઃ નોટબંધી બાદ લોકોની પડી રહેલી હાલાકીનો અંત હવે ટૂંકમાં જ આવી જશે. હિન્દી ચેનલ અનુસાર, સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 2000 રૂપિયાની નોટ છાપવાનું કામ પૂરું થઈ ગયું છે અને દેશમાં અંદાજે 2 લાખથી વધારે એટીએમનું સેટિંગ પણ થઈ ગયું છે. હવે 500 અને 2000 રૂપિયાની નોટ ઉપાડી શકાશે.
આ પહેલા ગુરુવારે સરકારે નોટ બદલવાની મર્યાદા 4500 રૂપિયાથી ઘટાડીને 2000 રૂપિયા કરી દીધી હતી. ઉપરાંત બેંક અને પોસ્ટ ઓફિસથી હવે 30 ડિસેમ્બર સુધી એક વખત જ રૂપિયા બદલાવી શકાશે. જોકે જૂની નોટ 30 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે. મોદી સરકાર દ્વારા 8 નવેમ્બરને નોટબંધીની જાહેરાત બાદથી લોકો હેરાન થઈ ગયા છે. 500-1000 રૂપિયાની નોટ બંધ થયા બાદથી લોકો સતત બેંકો અને એટીએમના ચક્કર કાપી રહ્યા છે. કેટલાક લોકો દિવસ રાત એટીએમની બહાર વિતાવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement