શોધખોળ કરો
Advertisement
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમ હાલમાં ટાળી શકાતો હતો: રાજ ઠાકરે
રામમંદિર ભૂમિપૂજનને લઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું, વૈશ્વિક મહામારી કોવિડ-19 સંકટને ધ્યાનમાં રાખી કાર્યક્રમ ટાળી શકાતો હતો.
મુંબઈ: અયોધ્યામાં 5મી ઓગસ્ટે રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન થવાનું છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે, વેશ્વિક મહામારી કોવિડ-19 સંકટને ધ્યાનમાં રાખી અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમ ટાળી શકાતો હતો, તેનું આયોજન કરવાની જરૂરત નહોતી અને સ્થિતિ સામાન્ય થયા બાદ આયોજિત કરવામાં આવી શકાતો હતો.
રાજ ઠાકરેએ ‘ઈ-ભૂમિ પૂજનના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સૂચનને પણ નકારી દીધો અને કહ્યું કે, ભૂમિપૂજન કાર્યક્રમ મોટા ઉત્સાહ સાથે આયોજન કરવું જોઈએ.’
મનસે પ્રમુખે કહ્યું, “આ સમયે ભૂમિપૂજનની કરવાની જરૂર નહોતી કારણ કે હાલમાં લોકોની માનસિક સ્થિતિ બિલ્કુલ અલગ છે. સ્થિતિ સામાન્ય થવા પર તેનું આયોજન બે મહિના બાદ પણ કરી શકાતું હતું. ત્યારે લોકો આ કાર્યક્રમનો આનંદ પણ ઉઠાવી શકતા.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement