શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બાબરી મસ્જિદઃ નિવેદન નોંધાવવા આડવાણી, જોશી અને ઉમા ભારતીએ વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે- કોર્ટ
સુપ્રીમ કોર્ટે 2017માં આ ત્રણેય ઉપરાંત કેટલાક અન્ય આરોપીઓ વિરૂદ્ષ ષડયંત્ર કરવાના અપરાધમાં કેસ ચલાવવા વિશેષ કોર્ટને કહ્યું હતું.
લખનઉઃ વર્ષ 1992ના બાબરી મસ્જિદ વિધ્વંસ પ્રકરણની સુનાવણી કરી રહેલ સીબીઆઈની વિશેષ કોર્ટે સોમવારે કેસના આરોપીઓ પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ આડવાણી, ભાજપ નેતા મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીને કહ્યું કે, નિવેદન નોધાવવા માટે કોર્ટના બોલાવવા પર વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે. જોકે, કોર્ટે તેમને ક્યારે હાજર રહેવાનું તેને લઈને કોઈ તારીખ નક્કી કરી નથી.
પોતાના આદેશમાં વિશેષ જજ સુરેન્દ્ર કુમાર યાદવે કહ્યું કે, જર્નલના અવલોકથી સ્પષ્ટ છે કે આરોપીઓ આડવાણી, જોશી અને ઉમા ભારતીને આગામી આદેશ સુધી હાજર રહેવાથી છૂટ સંબંધિત વિનંતી પત્ર સ્વીકાર કરતા સમયે એ આદેશ આપવામાં આવ્યો હતો કે તેમની વિનંતી શરતોને આધિન સ્વીકરાવમાં આવે છે અનો કોર્ટના બોલાવવા પર હાજર રહેવું પડશે.
સીઆરપીસીની કલમ 313 અંતર્ગત નોંધાશે નિવેદન
કોર્ટે કહ્યું કે, હાલમાં આરોપીઓનાં સીઆરપીસીની કલમ 131 અંતર્ગત નિવેધન નોંધવામાં આવી રહ્યા છે. માટે ત્રણેયને આદેશ આપવામાં આવે છે કે નક્કી તારીખ પર બોલાવવા પર કોર્ટમાં હાજર રહે. સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ 2017ના રોજ વિશેષ કોર્ટને આદેશ આપ્યો હતો કે તે આ મામલો રોજ સુનાવણી કરે અને સુનાવણી બે વર્ષમાં પૂરી કરે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે આઠ મેના રોજ વિશેષ જજ માટેનવી સમય મર્યાદા નક્કી કરતાં 31 ઓગસ્ટ સુધી નિર્ણય આપવા કહ્યું હતું. .
સુપ્રીમ કોર્ટે 2017માં આ ત્રણેય ઉપરાંત કેટલાક અન્ય આરોપીઓ વિરૂદ્ષ ષડયંત્ર કરવાના અપરાધમાં કેસ ચલાવવા વિશેષ કોર્ટને કહ્યું હતું. ત્યાર બાદ સમન્સ આપવા પર આડવાણી, જોશી અને ઉમા ભારતી કેટલાક અન્ય આરોપીઓની સાથે 26 મે, 2017ના રોજ વિશેષ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે જામીન મેળવ્યા ત્યાર બાદ કોર્ટે તેમના પર આરોપ નક્કી કરવાની કાર્યવાહી કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion