શોધખોળ કરો
પંજાબમાં સિદ્ધુને લાગ્યો ઝટકો, બૈંસ બ્રધર્સ જોડાયા AAP માં
નવી દિલ્લી: બીજેપી છોડ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ હાલ સુધી કૉંગ્રેસ કે આપ સાથે ડીલ ફાઈનલ નથી થઈ, બીજી તરફ સિદ્ધુને ઝટકો લાગવાનું શરૂ થયું છે. તેમની ટીમના સાથીઓએ તેમનો સાથ છોડવાનું શરૂ કરી દિધુ છે. પંજાબના કદાવત નેતા બૈંસ બ્રધર્સે સિદ્ધુનો સાથ છોડી આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે.
બીજેપી છોડ્યા બાદ સિદ્ધુ ધણા દિવસો સુધી અવઢવમાં હતા કે કૉંગ્રેસ સાથે જોડાય કે આમ આદમી પાર્ટી સાથે એવામાં બૈંસ બ્રધર્સે આપ સાથે હાથ મિલાવ્યા છે.
આપમાં જોડાયા બાદ સિમરનજીત સિંહ બૈંસે કહ્યું કે સિદ્ધુ અને પરગટને આપ માં જોડાવા માટેની કોશિશ કરશે. જેનો મતલબ છે સિદ્ધુને આગળના સમયમાં પણ ઝટકો લાગવાની શક્યતાઓ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધુ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્યમંત્રીના પદને લઈને વાટાઘાટ ચાલી રહી છે. સિદ્ધુનું માનવું છે કે મુખ્યમંત્રીનો નિર્ણય ચૂંટણી બાદ થાય પરંતુ કૉંગ્રેસ આ માંગ પર તૈયાર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દુનિયા
Advertisement