શોધખોળ કરો

BBC Documentary : BBCને જયશંકરનો સણસણતો તમાચો, 1984માં પણ ઘણુ બધુ થયું હતું પણ...

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વધુમાં કહ્યું હતું કે, તમને શું લાગે છે કે આ (બીબીસી ડોક્યુમેન્ટરી) અચાનક આવી ગઈ છે? હું કહેવા માંગુ છું કે, ભારતમાં અને દિલ્હીમાં ચૂંટણીનો સમય શરૂ થયો હોય કે ના હોય.

S Jaishankar On BBC Documentary Row: વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે બીબીસીની ડોક્યુમેન્ટ્રીની આકરી ટીકા કરી છે. તેમણે બીબીસી ડોક્યુમેન્ટ્રી વિવાદ મામલે કહ્યું હતું કે, અન્ય માધ્યમનો ઉપયોગ કરીને રાજકારણ કરવામાં આવી રહ્યું છે. તમે કોઈની આબરૂને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છો અને કહો છો કે આ માત્ર સત્યની શોધ છે જે અમે 20 વર્ષ પછી આ સમયે લાવવાનું નક્કી કર્યું છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વધુમાં કહ્યું હતું કે, તમને શું લાગે છે કે આ (બીબીસી ડોક્યુમેન્ટરી) અચાનક આવી ગઈ છે? હું કહેવા માંગુ છું કે, ભારતમાં અને દિલ્હીમાં ચૂંટણીનો સમય શરૂ થયો હોય કે ના હોય, પરંતુ ન્યૂયોર્ક અને લંડનમાં ચોક્કસપણે શરૂ થઈ ગયો છે. ઘણી વખત ભારતમાં જે રાજકારણ ચાલતુ હોય છે તે અહીંનું નથી પણ બહારથી આવ્યું હોય છે. વિચારો અને એજન્ડા બહારના હોય છે.

"1984 પર કોઈ ડોક્યુમેન્ટરી કેમ જોવા નથી મળતી"?

એસ જયશંકરે વેધક સવાલ કરતા કહ્યું હતું કે, જો તમારે ડોક્યુમેન્ટ્રી બનાવવી હોય તો 1984માં દિલ્હીમાં ઘણું બધું થયું હતું. તે વિષય પર અમને કોઈ ડોક્યુમેન્ટરી કેમ જોવા નથી મળી. આ માત્ર એક રાજનીતિ છે. જે એ લોકો વતી કરવામાં આવી રહી છે જેમની પાસે રાજકીય ક્ષેત્રમાં આવવાની તાકાત નથી. પોતાને બચાવવા તેઓ કહે છે કે, અમે એનજીઓ, મીડિયા ઓર્ગેનાઈઝેશન વગેરે છીએ, પરંતુ તેઓ ખરેખર તો રાજનીતિ જ કરી રહ્યા હોય છે.

બીબીસી ડોક્યુમેન્ટરી પર થયો હતો હંગામો 

બીબીસીએ તાજેતરમાં ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી. આ ડોક્યુમેન્ટરી 2002ના ગુજરાત રમખાણો પર આધારિત છે જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના સીએમ હતા. બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને ભારતમાં ઘણો હોબાળો થયો છે. આ ડોક્યુમેન્ટરીને ભારતમાં રજૂ નથી કરવા દેવામાં આવી.

જોકે તેની લિંક્સ યુટ્યુબ અને ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. જે બાદ સરકારે ટ્વિટર અને યુટ્યુબને આ ડોક્યુમેન્ટ્રીની લિંક હટાવવા માટે કહ્યું હતું. દિલ્હીની ડીયુ, જેએનયુ, જામિયા સહિત દેશની ઘણી યુનિવર્સિટીઓમાં આ ડોક્યુમેન્ટરી (બીબીસી ડોક્યુમેન્ટરી)ના સ્ક્રીનિંગને લઈને ઘણો હોબાળો થયો હતો.

સુષ્માની જેમ એક્ટિવ થયા નવા વિદેશ મંત્રી, ટ્વિટર પર મહિલાએ માંગી મદદ તો આપ્યો આ જવાબ

દેશના નવા વિદેશ મંત્રી એસ.જયશંકર પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળતા જ એક્ટિવ થઇ ગયા છે. જયશંકર સુષ્મા સ્વરાજની જેમ ટ્વિટર પર જ મદદ માંગનારા લોકોની મદદ કરી રહ્યા છે. વાસ્તવમાં એક મહિલાએ ટ્વિટર મારફતે મદદ માંગી હતી તો વિદેશ મંત્રીએ તરત જ મદદનું આશ્વાસન આપ્યું હતું. નોંધનીય છે કે પૂર્વ વિદેશ  મંત્રી સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહેતા હતા અને મદદ માંગનારની તરત સહાયતા મળતી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget