શોધખોળ કરો
ટાટા ગ્રુપમાં મોટો ફેરફાર, સાયરસ મિસ્ત્રી હટાવાયા, જાણો કોણ બન્યા નવા ચેયરમેન?

નવી દિલ્લી: ટાટા કંપનીએ ચેરમેન પદથી સાયરસ મિસ્ત્રીને હટાવી દીધા છે. સાયરસ મિસ્ત્રીને હટાવ્યા બાદ રતન ટાટા ચાર મહિના માટે કાર્યકારી ચેરમેન બન્યા છે. તો વળી સર્ચ પેનલ હવે નવા ચેરમેનની શોધખોળ શરૂ કરશે. આ નિર્ણય બોર્ડ ઓફ ડિરેક્ટરે લીધો છે.
સાયરસ મિસ્ત્રીની ટાટા ગ્રુપમાં ચેરમેન તરીકે 28 ડિસેંબર 2012માં નિમણૂંક કરવામાં આવી છે. સાયરસ મિસ્ત્રીને કેમ હટાવવામાં આવ્યા છે, તે અંગે હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ એક કારણ હોઇ શકે છે કે છેલ્લા 4 વર્ષમાં જ્યારથી સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન બન્યા, ત્યારથી ટાટા ગૃપનાં પરિણામમાં કોઇ સુધાર આવ્યો નથી. ટાટા સન્સમાં જે નવા માળખાકીય શક્યતાઓ જોવાઇ રહી હતી. તે સાઇસર મિસ્ત્રીના ચેરમેન બન્યા બાદ પરિણામમાં દેખાઇ નથી. સાયરસ મિસ્ત્રીના પરિવારનું ગૃપ શાપુરજી પાલોનજી ટાટા સન્સમાં મોટો ભાગ ધરાવે છે. જેને કારણે સાયરસ પહેલા ચેરમેન બન્યા જે ટાટા પરિવારમાંથી ન હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
