શોધખોળ કરો
Advertisement
CM પદનો દાવો કરનાર પુષ્પમ પ્રિયાની બંને બેઠકો પર હાર નિશ્ચિત
ચૂંટણી પંચની વેબસાઈટ મુંજબ તેને બિસ્ફી બેઠકમાં 669 મત મળ્યા છે, જ્યારે બાંકિપુરમાં 1371 મત મળ્યા છે.
પટના: બિહારની ચૂંટણી 2020મા નવી બનેલી ધ પ્લૂરલ્સ પાર્ટીની પ્રમુખ તેમજ સીએમ પદનો દાવો કરનાર પુષ્પમ પ્રિયા ચોધરીની બંન્ને બેઠક પર હાર નિશ્ચિત છે. ધ પ્લૂરલ્સ પાર્ટીની પ્રમુખ પુષ્પમ પ્રિયા બાંકિપુર અને મધુબનીની બિસ્ફી બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.
બંકીપુરની સીટ પર કોંગ્રેસના શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિન્હા પ્રિયાના વિરોધી ઉમેદવાર છે, તેઓ બિસ્ફીમાં રાજદના ફૌયાઝ અહમદ અને બીજેપીના હરિભુષણ ઠાકુર સામ સામે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુંજબ તેને બિસ્ફી બેઠકમાં 669 મત મળ્યા છે, જ્યારે બાંકિપુરમાં 1371 મત મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પુષ્પમ પ્રિયાએ માર્ચ 2020મા પોતાની પાર્ટીની જાહેરાત કરી હતી અને પોતાને સીએમ પદ માટેની દાવેદાર ગણાવી હતી. લંડનથી પરત ફરેલી પુષ્પમ પ્રિયાના પિતા વિનોદ ચૌધરી જનતા દળ યુનાઇટેડના નેતા અને પૂર્વ વિધાન પરિષદ સદસ્ય પણ રહી ચુક્યા છે. વિનોદ ચૌધરીને નીતિશ કુમારના નજીકનાં લોકોમાં સમાવેશ થાય છે. એવામા પુષ્પમ પ્રિયાની પોતાની પાર્ટીની જાહેરાત આશ્ચર્યજનક હતી.
ચૂંટણી પંચના મુજબ, સાંજે ચાર વાગ્યા સુધીમાં એનડીએ 129 બેઠકો પર આગળ છે. જેમાંથી ભાજપ 73, જેડીયૂ 49,વીઆઈપી 5 અને હમ 2 બેઠકો પર આગળ છે.
મહાગઠબંધનની વાત કરવામાં આવે તો 103 બેઠકો પર આગળ છે. આરજેડી 64,કૉંગ્રેસ 20 અને લેફ્ટ 18 બેઠકો પર આગળ છે. બસપા બે, આઈએઆઈએમ ચાર, એલજેપી એક અને અપક્ષ ચાર બેઠકો પર આગળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement