શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહાર: CM નીતીશ કુમારની કાર પર ફેંકાઈ સ્યાહી, કાળા ઝંડા બતાવ્યા
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મુઝફ્ફરપુરમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિરોધ કરનારા લોકોએ નીતીશ કુમારને કાળા ઝંડા બતાવ્યાં હતાં. તેમની કાર પર સ્યાહી પણ ફેંકવામાં આવી હતી.
પટના: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મુઝફ્ફરપુરમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિરોધ કરનારા લોકોએ નીતીશ કુમારને કાળા ઝંડા બતાવ્યાં હતાં. તેમની કાર પર સ્યાહી પણ ફેંકવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતિશ કુમારની કાર પર શાહી ફેંકનારા લોકો ગરીબ જનક્રાંતિ પાર્ટીના કાર્યકર્તા ગણાવી રહ્યા છે. આ કેસમાં પોલીસે બે લોકોની અટકાયત કરી છે.
મુઝફ્ફરપુરમાંનીતીશ કુમારનો ગરીબ જનક્રાંતિ પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન, કાર્યકરોએ મુખ્યમંત્રીના કાફલોને કાળા ઝંડા બતાવવાની સાથે તેમના કાફલા પર શાહી ફેંકી હતી.
મુખ્યમંત્રી નીતીશ કુમાર એસકેએમસીએચ કેમ્પસ ખાતે યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે મુઝફ્ફરપુર પહોંચ્યા હતા. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, આરોગ્ય મંત્રી મંગલ પાંડે અને મંત્રી સુરેશ શર્મા પણ હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion