બિહારમાં કરોડપતિ નીકળ્યો લેબર ઇન્ફોર્સમેન્ટ અધિકારી, દરોડામાં મળ્યા 2.25 કરોડ રોકડા
બિહારના પટનાના આલમગંજ વિસ્તારમાં લેબર ઇન્ફોર્સમેન્ટ અધિકારીના ઘરે વિજિલન્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી અધિકારીના ઘરેથી રોકડા 2.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
નવી દિલ્હીઃ બિહારના પટનાના આલમગંજ વિસ્તારમાં લેબર ઇન્ફોર્સમેન્ટ અધિકારીના ઘરે વિજિલન્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી અધિકારીના ઘરેથી રોકડા 2.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તે સિવાય કરોડો રૂપિયાની સોનાની જ્વેલેરી, જમીનના કાગળો, અનેક બેન્કોની પાસબુક, ક્રેડિટ કાર્ડ, ફિક્સ ડિપોઝિટ વગેરે હાથ મળી આવ્યા હતા. તમામ કાગળો ટીમે જપ્ત કર્યા હતા.
એક રિપોર્ટ અનુસાર આલમગંજ પોલીસ સ્ટેશન સ્થિત બજરંગપુરીના શ્રીરામ પથમાં હાજીપુરના લેબર ઇન્ફોર્સમેન્ટ અધિકારી દીપક શર્માનું ઘર છે. શનિવારે સવારે વિજિલન્સ વિભાગની ટીમે દીપક શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. હાલમાં કાર્યવાહી ચાલી રહી છે.
નોંધનીય છે કે નવ ડિસેમ્બરના રોજ વિજિલન્સની ટીમે આવકથી વધારે સંપત્તિ મામલે મોતિહારીના ઉત્પાદન અધિક્ષક અવિનાશ પ્રકાશના ઘરે દરોડા પાડ્યા હતા. અવિનાશના ઘરેથી 23 જમીનના કાગળો બેન્ક એન્કાઉન્ટ્સ એલઆઇસીના કાગળો સહિત કરોડો રૂપિયાની સંપત્તિની જાણકારી મળી છે.
ગુજરાતની મહત્વની જાહેરાત
પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યની 2,760 ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘર બનશે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરતાની સાથે જ એ પણ જણાવ્યું હતું કે પંચાયત પાસે પોતાનું મકાન ના હોય કે 25 વર્ષ જૂનું હોય ત્યાં નવા મકાન બનશે. 2,760 પંચાયત ઘર માર્ચ 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. જેમાં ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ 14થી 22 લાખનો ખર્ચ થશે. તો બીજી તરફ ચૂંટણી ટાણે થયેલી જાહેરાતથી વિપક્ષ વિરોધ કરી રહ્યું છે અને આ જાહેરાતને ચૂંટણી લક્ષી બતાવી રહ્યું છે.
ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?
ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ
બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત