શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સોશ્યલ મીડિયા પર છવાઇ અમિત શાહની વર્ચ્યૂઅલ રેલી, બીજેપીનો દાવો 14 લાખ લોકોએ ફેસબુક પર જોઇ
સોશ્યલ મીડિયા ઉપરાંત તમામ વધારાની ટીવી ચેનલો અને કેબલ દ્વારા કોરોડો લોકો ભારતીય જનતા પાર્ટીના જનસંપર્કની આ અનોખી પહેલ સાથે જોડાયા હતા. વર્ચ્યૂઅલ રેલી દરમિયાન અમિત શાહનું કહ્યું હતુ કે બીજેપીની સરકાર દેશમાં ગરીબો માટે ઘણુબધુ કરી રહી છે
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી અમિત શાહે બિહારમાં પોતાનુ અભિયાન શરૂ કરી દીધુ છે. ગઇકાલે 'બિહાર જન-સંવાદ' અભિયાન અંતર્ગત ભારતીય રાજનીતિના ઇતિહાસની પ્રથમ વર્ચ્યૂઅલ રેલીને સોશ્યલ મીડિયા પર રેકોર્ડ રિસ્પૉન્સ મળ્યો.
મીડિયા સેલના સહપ્રમુખ સંજય મયુખ અનુસાર, ફેસબુક પર બિહાર જનસંવાદ વર્ચ્યૂઅલ રેલીને 14 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, વળી યુટ્યૂબ પર આને 1.40 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ટ્વીટર પર આને 66 હજારથી વધુ વ્યૂઝ મળ્યા. ટ્વીટર પર #BiharJanSanvaad હેશટેગ કન્ટીન્યૂ ટ્રેન્ડ કરી રહ્યુ હતુ, અને હેશટેગની સાથે 40 હજારથી વધુ ટ્વીટ પણ કરવામાં આવ્યા.
સોશ્યલ મીડિયા ઉપરાંત તમામ વધારાની ટીવી ચેનલો અને કેબલ દ્વારા કોરોડો લોકો ભારતીય જનતા પાર્ટીના જનસંપર્કની આ અનોખી પહેલ સાથે જોડાયા હતા. વર્ચ્યૂઅલ રેલી દરમિયાન અમિત શાહનું કહ્યું હતુ કે બીજેપીની સરકાર દેશમાં ગરીબો માટે ઘણુબધુ કરી રહી છે.
અમિત શાહે પોતાના સંબોધન દરમિયાન કોંગ્રસ પર હુમલો કર્યો, કહ્યું રાહુલ ગાંધી હંમેશા કહે છે કે તેમને 10 વર્ષની પોતાની સરકાર દરમિયાન ખેડૂતોના દેવા માફ કર્યા છે, અમિત શાહે જણાવ્યુ કે અત્યાર સુધી કિસાન સન્માન નિધિના માધ્યમથી 72 હજાર કરોડ રૂપિયા દર વર્ષે ખેડૂતોના ખાતામાં નાંખી રહ્યાં છીએ. બીજેપીના દાવા પ્રમાણે વર્ચ્યૂઅલ રેલીને દેશમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion