શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહાર: રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા સુશીલ કુમાર મોદી, બનાવ્યો આ રેકોર્ડ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે. સુશીલ મોદીએ પોતાનું પ્રમાણ પત્ર મેળવતા તસવીર શેર કરતા આ વાતની જાણકારી આપી હતી.
પટના: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે. સુશીલ મોદીએ પોતાનું પ્રમાણ પત્ર મેળવતા તસવીર શેર કરતા આ વાતની જાણકારી આપી હતી.
સુશીલ મોદી વિધાનસભા, લોકસભા અને વિધાન પરિષદ બાદ હવે રાજ્યસભાના સદસ્ય બન્યા છે. મોદી બિહારના એવા ત્રીજા નેતા બની ગયા છે જે ચારેય સદનના સદસ્ય રહ્યા છે. આ પહેલા આરેજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ અને પૂર્વ કેંદ્રીય મંત્રી નાગમણિ ચારેય સદનના સદસ્ય રહી ચૂક્યા છે.
બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી 1990માં પ્રથમ વખત પટના સેન્ટ્રલ વિધાનસભા માટે ચૂંટાયા હતા. પટના સેન્ટ્રલ હવે કુમ્હરાર વિધાનસભા ક્ષેત્રના નામથી ઓળખાય છે. ધારાસભ્ય રહેતા 2004માં સુશીલ મોદીએ ભાગલપુર લોકસભા ક્ષેત્રમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 2005માં બિહાર ભાજપ વિધાનસભા દળના નેતા ચૂંટાયા બાદ તેમણે લોકસભા સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું અને વિધાન પરિષદના સદસ્ય બન્યા હતા. સુશીલ મોદી આજે રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion