કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં પહોંચેલા રાહુલ ગાંધીએ નેતાઓને પૂછ્યું, ‘મારે બોલવાનું શું છે?’, જુઓ વિડીયો
Rahul Gandhi : માલવિયાએ શેર કરેલા વીડિયોમાં રાહુલ ગાંધી કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે એક રૂમમાં જોવા મળી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. વાસ્તવમાં માલવિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકરો સાથે જોવા મળી રહ્યા છે. વીડિયોમાં રાહુલ કહેતા જોવા મળી રહ્યા છે કે આજે કયા વિષય પર બોલવું, શું કહેવું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર વારંવાર નિશાન સાધનાર બીજેપી નેતાએ શનિવારે સવારે એક વીડિયો જાહેર કર્યો છે. રાહુલ ગાંધી શુક્રવારે તેમના બે દિવસીય પ્રવાસ પર તેલંગાણા પહોંચ્યા હતા.
માલવિયાએ શેર કરેલા વીડિયોમાં રાહુલ ગાંધી કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે એક રૂમમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધીને પૂછતા સાંભળી શકાય છે કે, ", મારે શું બોલવાનું છે?" એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં ખેડૂતોના એક કાર્યક્રમને સંબોધિત કરતા પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કોઈએ તેમનું નિવેદન શૂટ કર્યું. જુઓ આ વિડીયો
Yesterday, Rahul Gandhi before his rally in Telangana, supposedly in solidarity with farmers, asks what is the theme, क्या बोलना है! 🤦♂️
— Amit Malviya (@amitmalviya) May 7, 2022
This is what happens when you do politics in between personal foreign trips and nightclubbing…
Such exaggerated sense of entitlement. pic.twitter.com/NdRBDlGNK3
17 સેકન્ડની વીડિયો ક્લિપમાં, રાહુલ ગાંધી ખુરશી પર બેઠેલા અને અન્ય નેતાઓને પૂછતા જોઈ શકાય છે, "આજનો મુખ્ય વિષય શું છે... મારે શું બોલવાનું છે?" રાહુલ ગાંધી વારંગલમાં ખેડૂતોના મુદ્દાઓ પર જનસભાને સંબોધવાના હતા.
કોંગ્રેસ નેતાએ વળતો જવાબ આપ્યો
તેલંગાણામાં રાહુલ ગાંધીના વાયરલ થયેલા વીડિયો પર કોંગ્રેસના નેતા બ્રિજેશ કલપ્પાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે કોઈ એક વ્યક્તિને નિશાન બનાવવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે જો તમારું (ભાજપ) કોઈ એક વ્યક્તિ પર આટલું ધ્યાન છે, તો તે વ્યક્તિ ચોક્કસપણે તમને નાખુશ કરી રહી છે.