શોધખોળ કરો
BJP સાંસદ સાક્ષી મહારાજ કોરોનાથી સંક્રમિત, થયા હોમ ક્વોરન્ટાઇન
કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ તેમણે તપાસ કરાવી હતી. જેમાં કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ મહામારીના મામલા 84 લાખને પાર પહોંચી ગયા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઉન્નાવથી બીજેપી સાંસદ સાક્ષી મહારાજ કોરોના સંક્રમિત થયા છે. તેમણે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ તેમણે તપાસ કરાવી હતી. જેમાં કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.
સાક્ષી મહારાજે આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવાની અપીલ કરી છે. ઉપરાંત થોડા દિવસ આઇસોલેશનમાં રહેવા અપીલ કરી છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4 લાખ 94 હજાર 527 પર પહોંચી છે અને 7,155 લોકોના મોત થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 50 હજાર 337 નવા મામલા સામે આવ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 84 લાખ 62 હજાર 81 પર પહોંચી છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.49 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
