શોધખોળ કરો
Advertisement
ઓવૈસીએ ટ્વિટ કરીને BJP પર સાધ્યું નિશાન- મુસ્લિમોને બલિનો બકરો બનાવી COVID-19ને....
ઓવૈસીએ ટ્વિટ કરીને લખ્યું, કોઈપણ યોજના વગર લાગુ કરવામાં આવેલું લોકડાઉન અને કોવિડ-19ની આલોચનાથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જ નહીં ભારતમાં પણ વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 4500થી વધારે લોકોને સંક્રમણ અને 115થી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ફત્તેહાદુન મુસ્લિમીનના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને BJP પર જોરદાર નિશાન સાધ્યું છે.
ઓવૈસીએ ટ્વિટ કરીને લખ્યું, કોઈપણ યોજના વગર લાગુ કરવામાં આવેલું લોકડાઉન અને કોવિડ-19ની આલોચનાથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજેપીના પ્રચારકોને ખબર હોવી જોઈએ કે વોટ્સએપ ફોરવર્ડ દ્વારા કોરોના વાયરસને ન હરાવી શકાય. મુસ્લિમોને બલિનો બકરો બનાવવો કોરોના વાયરસની દવા નથી.
દેશમાં કોરોના વાયરસનો સામનો કરવા અને લોકડાઉનની સ્થિતિ પર સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ મંગળવારે થઈ હતી. આ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ICMRના રિસર્ચથી જાણવા મળ્યું છે કે, COVID 19 દર્દી લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે તો 30 દિવસમાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે. જો આપણે લોકડાઉન કરીએતો એક વ્યક્તિ માત્ર 2.5 લોકોને જ સંક્રમિત કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion