શોધખોળ કરો

Rajyasabha: રાજ્યસભામાં BJPની તાકાતમાં ઘટાડો, હવે કઈ રીતે પાસ કરાવશે બિલ 

લોકસભામાં જ નહીં પરંતુ રાજ્યસભામાં પણ ભાજપની તાકાતમાં ઘટાડો થયો છે. રાજ્યસભામાં ભાજપના ચાર નામાંકિત સભ્યો શનિવારે નિવૃત થયા.

નવી દિલ્હી: લોકસભામાં જ નહીં પરંતુ રાજ્યસભામાં પણ ભાજપની તાકાતમાં ઘટાડો થયો છે. રાજ્યસભામાં ભાજપના ચાર નામાંકિત સભ્યો શનિવારે નિવૃત થયા. આ સાથે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટીને 86 અન એનડીએનું સંખ્યાબળ 101 થઈ ગયું છે. 

19 બેઠકો ખાલી હોવાના કારણે રાજ્યસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 226 છે. હવે સવાલ એ છે કે શું રાજ્યસભામાં ભાજપની મુશ્કેલીમાં વધારો થશે. શું રાજ્યસભામાં એનડીએની સંખ્યા ઓછી થવાના કારણે નુકસાન થશે. 

ભાજપ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. તે હજુ પણ નંબર્સની રમતમાં આગળ છે. NDA પાસે હજુ પણ સાત બિન-રાજકીય નામાંકિત સભ્યો, 2 અપક્ષો અને AIADMK અને YSRCP જેવા મૈત્રીપૂર્ણ પક્ષોના સમર્થન સાથે આગામી બજેટ સત્રમાં મહત્વપૂર્ણ કાયદા પસાર કરવાની સંખ્યા છે. પરંતુ અન્યો પર નિર્ભરતા ઘટાડવા માટે નોમિનેટેડ કેટેગરી હેઠળની ખાલી જગ્યાઓ શક્ય તેટલી વહેલી તકે ભરવાનું મહત્વપૂર્ણ રહેશે.

કેટલા સભ્યો નોમિનેટ થાય છે ?

સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ 12 સભ્યોને રાજ્યસભા માટે નોમિનેટ કરે છે. વર્તમાન ગૃહમાં, તેમાંથી સાતે પોતાને બિન-રાજકીય (ભાજપનો ભાગ નથી) રાખ્યા, પરંતુ આવા સભ્યો હંમેશા કાયદો પસાર કરવામાં સરકારને ટેકો આપે છે. 

કેટલી બેઠકો ખાલી છે 

હાલમાં રાજ્યસભામાં 19 બેઠકો ખાલી છે. તેમાં જમ્મુ અને કાશ્મીરમાંથી ચાર અને નોમિનેટેડ કેટેગરી અને આઠ અલગ-અલગ રાજ્યો (આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી બે-બે અને હરિયાણા, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાંથી એક-એક)નો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણીના કારણે આ 11માંથી 10 બેઠકો ગયા મહિને ખાલી પડી હતી. જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિના સભ્ય કે કેશવ રાવના રાજીનામાને કારણે એક બેઠક ખાલી પડી હતી. કેશવ રાવ બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. 

NDA ને કેટલો ફાયદો?

આગામી મહિનાઓમાં આ 11 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં સંભવતઃ આઠ બેઠકો એનડીએ અને ત્રણ બેઠકો ઈન્ડિયા ગઠબંધન પાસે જઈ શકે છે. કૉંગ્રેસને તેલંગાણામાંથી એક બેઠક મળશે, રાજ્યસભામાં પાર્ટીની સંખ્યા 27 થઈ જશે. રાજ્યસભામાં કોંગ્રેસને વિપક્ષનું સ્થાન જાળવી રાખવા માટે આ બે વધુ બેઠકોની જરૂર છે. તેથી રાજ્યસભામાં કોંગ્રેસનો અવાજ બુલંદ રહેશે. જો કે, રાજ્યસભામાં આગામી બજેટ સત્રમાં બિલ પાસ કરાવવામાં ભાજપ કે એનડીએને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Embed widget