દિલ્હીમાં 27 વર્ષ બાદ સરકારમાં પરત ફરેલી BJPએ ચૂંટણીમાં કેટલો કર્યો હતો ખર્ચ? AAP અને કોંગ્રેસ પણ પાછળ નથી
Delhi Assembly Election 2025: આમ આદમી પાર્ટીને ચૂંટણી દરમિયાન કુલ 16.10 કરોડ રૂપિયા મળ્યા હતા. કેજરીવાલની પાર્ટીએ કુલ 14.51 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા

Delhi Assembly Election 2025: રાજધાની દિલ્હીમાં ભાજપ લગભગ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી છે જેના માટે પાર્ટીએ કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પૈસા ખર્ચવાની બાબતમાં ભાજપથી ઘણી પાછળ રહી ગઈ હતી.
2025ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ 57.65 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જ્યારે બીજા સ્થાને રહેલી કોંગ્રેસે કુલ 46.19 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી 14.51 કરોડ રૂપિયા ખર્ચ કરીને ત્રીજા ક્રમે રહી હતી. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને સુપરત કરાયેલા ખર્ચ અહેવાલમાંથી આ માહિતી સામે આવી છે.
ભાજપે પાર્ટીના ઉમેદવારો પર 18.51 કરોડ રૂપિયા ખર્ચ કર્યા
ભાજપના ખર્ચ રિપોર્ટ અનુસાર, પાર્ટીના કેન્દ્રીય મુખ્યાલયને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 87.79 કરોડ રૂપિયા મળ્યા હતા. ભાજપ દ્વારા કુલ 57.65 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જેમાંથી 39.15 કરોડ રૂપિયા પાર્ટીના પ્રચાર પર અને 18.51 કરોડ રૂપિયા પાર્ટીના ઉમેદવારો પર ખર્ચવામાં આવ્યા હતા.
કેજરીવાલની પાર્ટીએ કુલ 14.51 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
10 વર્ષના શાસન પછી રાજધાનીમાં સત્તાથી બહાર રહેલી આમ આદમી પાર્ટીને ચૂંટણી દરમિયાન કુલ 16.10 કરોડ રૂપિયા મળ્યા હતા. કેજરીવાલની પાર્ટીએ કુલ 14.51 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આમાંથી 12.12 કરોડ રૂપિયા પાર્ટીના પ્રચાર પર અને 2.39 કરોડ રૂપિયા ઉમેદવારો પર ખર્ચવામાં આવ્યા હતા.
કોંગ્રેસે 46 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
કોંગ્રેસે કુલ 46.19 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જેમાંથી 40.13 કરોડ રૂપિયા પાર્ટીએ પ્રચાર પર અને 6.06 કરોડ રૂપિયા પાર્ટીના ઉમેદવારો પર ખર્ચ કર્યા હતા. 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70 માંથી 48 બેઠકો જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 22 બેઠકો જીતી હતી. કોંગ્રેસ ફરી એકવાર ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક મોટી શિસ્તભંગની કાર્યવાહી કરતા તેના કર્ણાટકના બે ધારાસભ્યો - એસટી સોમશેખર અને એ શિવરામ હેબ્બરને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટી વિરોધી ગતિવિધીના કારણે કર્ણાટક ભાજપે તેમના બંને ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ભાજપના કર્ણાટક એકમના પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ જણાવ્યું હતું કે બંને ધારાસભ્યોને તેમની કથિત પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ હાઈકમાન્ડે લાંબા વિચાર-વિમર્શ પછી આ નિર્ણય લીધો છે. કર્ણાટક વિધાનસભામાં ST સોમશેખર યશવંતપુરનું પ્રતિનિધિત્વ કરે છે અને એ શિવરામ હેબ્બર યલ્લાપુરનું પ્રતિનિધિત્વ કરે છે. પાર્ટીની કેન્દ્રીય શિસ્ત સમિતિના સભ્ય સચિવ ઓમ પાઠકે પણ હેબ્બરને એક સત્તાવાર પત્ર મોકલ્યો છે. તેમના મતે પાર્ટી શિસ્તના વારંવાર ઉલ્લંઘનને કારણે આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમને તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે.




















