Breaking News Live: પોસ્ટ-બજેટ વેબિનારમાં PM મોદીનું સંબોધન, કહ્યું- ગ્રીન હાઇડ્રોજન પર અમારું ખાસ ધ્યાન
બિહારના પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવ સાઈકલ પર સવાર થઈને મંત્રાલય ભવન પહોંચ્યા. સાયકલ રાઈડ પર તેમણે કહ્યું, મુલાયમ સિંહ યાદવ સપનામાં આવ્યા અને પર્યાવરણ બચાવવાની સલાહ આપી.
LIVE
Background
Breaking News Live Updates 23rd February' 2023: પીએમ મોદી બજેટ પછી 12 વેબિનારને સંબોધિત કરશે. આજે સવારે 10 વાગે વડાપ્રધાન મોદીનું સંબોધન થશે. આવતીકાલે એટલે કે 24 ફેબ્રુઆરીએ ભાજપ નમો કિસાન સન્માન દિવસ ઉજવશે. દેશના તમામ જિલ્લાઓમાં કિસાન સંમેલન યોજાશે.
તે જ સમયે, આ વેબિનર્સનું સંગઠન આ વર્ષના કેન્દ્રીય બજેટ 2023 24માં ઉલ્લેખિત 'સપ્તર્ષિ' પ્રાથમિકતાઓ પર આધારિત હશે. કેન્દ્રીય મંત્રીઓ, સરકારી વિભાગો, નિયમનકારો, વેપાર અને ઉદ્યોગ સંગઠનો સહિત અન્ય મુખ્ય હિતધારકોમાં શિક્ષણવિદો વેબિનારમાં ભાગ લેશે.
તેજ પ્રતાપ યાદવે કહ્યું મુલાયમ સિંહ યાદવ સપનામાં આવ્યા હતા
બિહારના પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવ સાઈકલ પર સવાર થઈને મંત્રાલય ભવન પહોંચ્યા. સાયકલ રાઈડ પર તેમણે કહ્યું, મુલાયમ સિંહ યાદવ સપનામાં આવ્યા અને પર્યાવરણ બચાવવાની સલાહ આપી.
સિંગર નેહાએ નોટિસ પર કહ્યું...
પોલીસે નેહા સિંહ રાઠોડને નોટિસ મોકલી છે, જેણે "યુપી મી કા બા..." ગાયું છે. નેહાએ કાનપુર દેહત કાંડ પર ગીત ગાયું હતું. આ મામલે પોલીસે 3 દિવસમાં 7 સવાલોના જવાબ માંગ્યા છે. યુપી પોલીસની સૂચના પર નેહા સિંહ રાઠોડે એબીપી ન્યૂઝને કહ્યું, મને ચૂપ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જો સરકાર ભાજપની હશે તો હું કોને સવાલ પૂછીશ.
નોટિસ પર નેહા સિંહના ઘરના લોકો નારાજ છે. નેહાએ કહ્યું મારી માતા ડરી જાય છે. સસરા બહુ નારાજ છે. સવાલો પૂછીને શું ગુનો કર્યો છે? નેહા સિંહ રાઠોડને મોકલવામાં આવેલી નોટિસ પર અખિલેશ યાદવે વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ નોટિસવાળી સરકાર છે.
100 મોદી અને 100 શાહ આવી જાય પણ સરકાર તો... કોંગ્રેસ
નાગાલેન્ડથી ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 100 મોદી અને 100 શાહ આવી જાય. સરકાર કોંગ્રેસ જ બનાવશે. શિલોંગમાં સંપૂર્ણ ચૂંટણીના મૂડમાં આવેલા રાહુલ ગાંધીએ કહ્યું, બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ થયો. ન્યાયતંત્ર પર પણ દબાણ.
Accident: મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના, મેવડ રોડ પર વાહન ચાલક ટક્કર મારી ફરાર, 1 વ્યક્તિનું મોત
મહેસાણા ફરી બની હિટ એન્ડ રનની ઘટના બની છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર મેવડ ટોલ નાકા પાસે અજાણ્યાં વાહનની ટક્કરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
મહેસાણા ફરી બની હિટ એન્ડ રનની ઘટના બની છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર મેવડ ટોલ નાકા પાસે અજાણ્યાં વાહનની ટક્કરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતું વાહને એવી જોરદાર ટક્કર મારી કે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે.
Surat: જન્મદિવસ ઉજવવા પત્નીને સાપુતારા લઇ ગયો પતિ, હોટલના રૂમમાં એકલી મુકીને.....
સુરતઃ સુરતમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના અડાજણ પાટિયામાં આશિયાના કોમ્પલેક્ષમાં રહેતો એક યુવક બર્થ ડે સેલિબ્રેશન માટે પત્ની સાથે સાપુતારા ફરવા ગયો હતો. પરંતુ પત્નીને સાપુતારાની હોટેલમાં મૂકી પતિ ફરાર થઇ ગયો હતો.
સાથે જ યુવક પત્ની મુશ્કેલીમાં મૂકાય તે માટે મોબાઇલ અને ડોક્યુમેન્ટ પણ લઈ ગયો હતો.જો કે બાદમાં પત્નીએ સંબંધીનો સંપર્ક કરી તેમની મદદથી બિલ ચૂકવી સુરત પહોંચી હતી.સુરત પહોંચ્યા બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.રાંદેર પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Bhavnagar: લગ્નના માંડવે દુલ્હનને આવ્યો હાર્ટ એટેક, પછી જે થયું તે જાણીને તમે પણ રડી પડશો
Bhavnagar: ભાવનગર શહેરમાં લગ્નના માંડવે દુલ્હનને હાર્ટ અટેકનો હુમલો આવતાં મરણ પામી હતી. જેના કારણે લગ્નની ડોલીની જગ્યાએ દુલ્હનની અર્થી ઉઠી હતી. માંડવેથી જાન પાછી ન જાય તેથી માલધારી સમાજે પ્રેરણાદાય નિર્ણય લઈ બહેનને પરણાવી હતી. સુભાષ નગરમાં માલધારી રાઠોડ પરિવારમાં બે દીકરી અને એક દીકરાના લગ્ન હતા તે દરમિયાન કરૂણાંતિક બની હતી. ઘરે લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા ત્યારે બે પૈકી એક દીકરીનું હાર્ટ અટેકથી એકાએક મોત થતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જાન પાછી ન જાય તે માટે મૃતકની બહેનને પરણાવી હતી અને મૃતક દીકરીના નશ્વર દેહને કોલસ્ટોરેજમાં રાખી દેવામાં આવ્યો હતો.
Pawan Khera Arrested: કોગ્રેસ નેતા પવન ખેરાની દિલ્હી પોલીસે કરી ધરપકડ, દિલ્હી એરપોર્ટ પર કોગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા ધરણા
કોંગ્રેસના નેતા પવન ખેરાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. ખેરાને સવારે દિલ્હીથી છત્તીસગઢ જતા કથિત રીતે અટકાવવામાં આવ્યા હતા. પક્ષના નેતાઓએ આ અંગે એરપોર્ટ પર વિરોધ પણ કર્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ખેરાને દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું છે કે પવન ખેરાને રાયપુર ન લઈ જવાની સૂચનાઓ મળી હતી.
Gujarat Assembly: પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાનું વિધેયક વિધાનસભામાં થયું રજૂ
Gandhinagar: 13-13 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયા બાદ જાગેલી સરકારે આજે વિધાનભામાં બોર્ડ, યુનિવર્સિટી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક રજૂ કર્યું છે. જેમાં ગેરરીતિ આચરનારાઓને ત્રણ વર્ષ સુધી કેદની જોગવાઈ છે.
- પરીક્ષા માટે નિમાયેલી કોઈ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં જતા અટકાવવા કે ધમકાવવા બદલ પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે
- પ્રવેશ ન કરવા દેનાર કે ધમકાવનાર વ્યક્તિ સામે ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીનો આર્થિક દંડ
- પરીક્ષાર્થી અને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવેલ વ્યક્તિ જો પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરે છે તો તેને ₹10,00,000 થી ઓછો નહીં તેટલો દંડ અને વધુમાં વધુ દસ વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ
- આયોજન પૂર્વક પરીક્ષામાં ગેરરીતી આચાર્ય એટલે કે પેપર ફોડવા જેવી બાબત અંગે ઓછામાં ઓછી સાત વર્ષની કેદની સજા અને વધુમાં વધુ દસ વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે
- કોઈ પરીક્ષાથી ગેરરીથી પકડાઈ અને ગુનો સાબિત થાય તો તેને બે વર્ષ માટે કોઈ જાહેર પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે