શોધખોળ કરો

Budget 2024 for Space Tech: ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે 1000 કરોડની જાહેરાત, દેશને શું થશે ફાયદો?

Budget 2024 for Space Tech:નિર્મલા સીતારમણે સ્વદેશી સ્પેસ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે

Budget 2024 for Space Tech: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સ્વદેશી સ્પેસ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે આગામી દાયકામાં ભારતીય  સ્પેસ ઇકોનોમી પાંચ ગણી વૃદ્ધિ કરશે. આ વેન્ચર કેપિટલ ફંડ છે. જેના દ્વારા અવકાશ ઉદ્યોગમાં રોકાણ કરવામાં આવશે.

નાણાપ્રધાને એ નથી જણાવ્યું કે આ રોકાણ કેવી રીતે અને કઈ રીતે કરવામાં આવશે. પરંતુ આ સમાચારથી પ્રાઈવેટ સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ અગ્નિકુલના સહ-સ્થાપક શ્રીનાથ રવિચંદ્રને કહ્યું કે આ એક સારા સમાચાર છે. તેનાથી ખાનગી સ્પેસ કંપનીઓને આગળ વધવામાં મદદ મળશે. તેમજ નવા ખેલાડીઓ પણ મેદાનમાં આવશે.

અગ્નિકુલે શ્રીહરિકોટામાં ISROના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં પોતાનું લોન્ચપેડ બનાવ્યું છે. ઇન-સ્પેસના ચેરમેન પવન કે. ગોયનકાએ કહ્યું હતું કે આ ફંડથી ખાનગી સ્પેસ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને ઘણો ફાયદો થશે અને તેમને પ્રોત્સાહન મળશે. વૈશ્વિક અવકાશ બજારમાં ભારતની તાકાત વધુ વધશે.

ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રી 70 હજાર કરોડથી વધીને 3.68 લાખ કરોડ રૂપિયા થઇ થશે

જ્યારે ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ સફળતાપૂર્વક તેમના પરીક્ષણો અને પ્રોજેક્ટ્સનું સંચાલન કરશે, ત્યારે ભારત વિશ્વભરમાં પ્રખ્યાત થશે. વિદેશી રોકાણ આવશે. જો આ ફંડિંગને એફડીઆઈ સાથે જોડવામાં આવે તો ભારતના સ્પેસ ઈન્ડસ્ટ્રીને ઘણું માઈલેજ મળશે. IN-SPACEના અંદાજ મુજબ, ભારતીય સ્પેસ ઇકોનોમી હાલમાં 8.4 અબજ ડોલર એટલે કે 70 હજાર કરોડથી વધુની છે. આગામી દાયકામાં તે 3.68 લાખ કરોડ રૂપિયાને વટાવી જશે. એટલે કે વૈશ્વિક સ્પેસ ઇકોનોમીમાં ભારતનો હિસ્સો 2 ટકાથી વધીને 8 ટકા થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે યુવાનોને રોજગાર આપવા માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ પીએમ પેકેજ હેઠળ રોજગાર લિંક્ડ સ્કીમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ, સરકાર પ્રથમ વખત રોજગારમાં આવતા નવા યુવાનોને ત્રણ યોજનાઓ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાય પૂરી પાડશે. આ યોજનાઓનો લાભ EPFOમાં નોંધણીના આધારે આપવામાં આવશે.

સંગઠિત ક્ષેત્રમાં આવતા કર્મચારીઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે જેઓ EPFOમાં નોંધાયેલા હશે. તેમને એક મહિનાનો 15,000 રૂપિયાનો પગાર DBT દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આ માટે 1 લાખ રૂપિયા સુધીની પગાર મર્યાદા છે. આ યોજનાનો લાભ 2.10 લાખ યુવાનોને મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Kutch: કચ્છમાં PM મોદીનો હુંકાર! 'ભારતના જવાનો દહાડે છે ત્યારે આતંકના આકા કંપી જાય છે'PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણીJanta Raid at liquor den | અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડPM Modi:પીએમ મોદીએ ભારત અને તેના શુભચિંતકોને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
KKR એ IPL 2025 માટે 6 ખેલાડીઓ કર્યા રિટેન,રિન્કુ સિંહ પર શાહરુખ ખાને કર્યો કરોડો રુપિયાનો વરસાદ
KKR એ IPL 2025 માટે 6 ખેલાડીઓ કર્યા રિટેન,રિન્કુ સિંહ પર શાહરુખ ખાને કર્યો કરોડો રુપિયાનો વરસાદ
મોદી સરકારે પેન્શનધારકોને આપી દિવાળીની ભેટ, આ આદેશથી હવે મળશે વધુ પેન્શન
મોદી સરકારે પેન્શનધારકોને આપી દિવાળીની ભેટ, આ આદેશથી હવે મળશે વધુ પેન્શન
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે ચોંકાવનારી રીટેન્શન લિસ્ટ કરી જાહેર, રોહિત-હાર્દિક પર લીધો મોટો નિર્ણય
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે ચોંકાવનારી રીટેન્શન લિસ્ટ કરી જાહેર, રોહિત-હાર્દિક પર લીધો મોટો નિર્ણય
આ લોકોના નથી બનતા આયુષ્માન કાર્ડ, ચેક કરો કે તમારું નામ યાદીમાં શામેલ છે કે નહીં
આ લોકોના નથી બનતા આયુષ્માન કાર્ડ, ચેક કરો કે તમારું નામ યાદીમાં શામેલ છે કે નહીં
Embed widget