Modi Cabinet Decision: ભારતમાં બનશે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે બોર્ડ જેવા ઉપકરણ, 76 હજાર કરોડની યોજનાને મંજૂરી
અનુરાગ ઠાકુરે કહ્યું કે સેમીકંડક્ટર માટે પીએલઆઇ યોજના પર 76 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.
નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રિય મંત્રીમંડળે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે બોર્ડના નિર્માણને પ્રોત્સાહન માટે પીએલઆઇ યોજનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે યોજનાની જાણકારી આપતા કહ્યું કે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો જેનાથી દેશમાં સેમીકંડક્ટર ચિપ્સની ડિઝાઇન, ફેબ્રિકેશન, પેકેજિંગ, ટેસ્ટિંગ અને કંપ્લીટ ઇકો સિસ્ટમ ડેવલપ થઇ શકશે. જેના માટે આજે 76 હજાર કરોડ રૂપિયાના રોકાણ ફાળવવામાં આવ્યું છે.
યોજનાની જાણકારી આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સેમીકંડક્ટર માટે પીએલઆઇ યોજના પર 76 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. કેન્દ્ર સરકાર આ યોજના મારફતે દેશને ઇલેક્ટ્રોનિક હબના રૂપમાં વિકસિત કરવા માંગે છે. કારણ કે માઇક્રોચિપ્સની અછતના કારણે ઉદ્યોગોના પ્રોડક્શન પર સીધી અસર પડે છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ યોજનામાં છ વર્ષમાં 76 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. ભારતની સેમિકંડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે વ્યાપક કાર્યક્રમને મંજૂરી અપાઇ છે. સરકારે કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો મોબાઇલ મૈન્યૂફેક્ચરિંગ દેશ બની ગયો છે. દેશના ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને આગળ લઇ જવા માટે તેની ખૂબ મોટી ભૂમિકા રહેશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વેફર, ચિપ, સેમીકંડક્ટર નિર્માણ, તેના પેકેજિંગની આખી ચેઇન વિકસિત કરવાનું કામ થશે. આજે દુનિયામાં 20 ટકા સેમીકંડક્ટર ડિઝાઇનર ભારતના છે. 85 હજાર ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત એન્જિનિયર માટે C2S એટલે કે ચિપથી સેમીકંડક્ટરનો પ્લાન બનાવવામાં આવશે. આગામી બે વર્ષમાં 20 યુનિટ સ્થાપિત કરાશે.
કોરોના સહાય મુદ્દે વિપક્ષનો પ્રહારઃ સરકાર કહે છે 10 હજાર મૃત્યુ થયા છે તો પછી 22 હજારને સહાય કેમ?
Zodiac Signs: આ રાશિના જાતકોની જોડી હોય છે ઝઘડાળુ, જાણો તમારી જોડી છે કે નહીં