(Source: ECI/ABP News/ABP Majha)
CBSE 10th Result 2021: સીબીએસઈ ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે ડાઉનલોડ કરો તમારું પરિણામ
વિદ્યાર્થીઓ પરિણામ cbseresults.nic.in પર જઈને જોઈ શકે છે.
CBSE 10th Result 2021 Live: કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આજે બપોરે 12 કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ પરિણામ cbseresults.nic.in પર જઈને જોઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબરથી પરિણામ જોઈ શકે છે.
Board Result Websites: આ વેબસાઈટ્સ પર જોઈ શકાશે પરિણામ
- gov.in
- nic.in
CBSE 10th Board Result 2021 આ રીતે ચેક કરો તમારું પરિણામ
- સૌથી પહેલા CBSEની સત્તાવાર વેબસાઈટ gov.in જાવ.
- CBSE 10th Board Result 2021 લિંક પર ક્લિક કરો.
- અહીં માગવામાં આવેલ જરૂરી વિગતો ભરો.
- હવે તમને CBSE 10th Board Result 2021 સ્ક્રીન પર જોવા મળશે.
- હવે તમારું પરિણામ ડાઉનલોડ કરી ભવિષ્યના સંદર્ભ માટે સેવ કરી શકો છો.
સીબીએસઈ ધોરણ-10ના રોલ નંબર કેવી રીતે ડાઉનલોડ કરશો
- સૌથી પહેલા બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જાવ.
- નીચે સ્ક્લો કરો અને ‘રોલ નંબર ફાઈન્ડર 2021’ પર ક્લિક કરો.
- એક સર્વર સિલેક્ટ કરો.
- આગામી પેજ પર 'Contiue રાખો' પર ક્લિક કરો અને ‘ધોરણ 10’ સિલેક્ટ કરો.
- તનારું નામ, માતાનું નામ, પિતાનું નામ અને જન્મતિથિની વિગતો ભરો.
- ત્યાર બાદ CBSE 10ના રોલ નંબર માટે ‘ડેટા સર્ચ’ પર ક્લિક કરો.
- તમારો રોલ નંબર સ્ક્રીન પર આવી જશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે સીબીએસઇ બોર્ડે 10માની પરીક્ષા રદ્દ કરી દીધી હતી, જેનુ પરિણામ આજે જાહેર થયું છે. સીબીએસઇ ધોરણ-10માં દેશભરના લગભગ 18 લાખ વિદ્યાર્થીઓઓ છે, જેમનું આજે પરિણામ આવ્યું છે.
સીબીએસઇ અનુસાર, સીબીએસઇ 10ની બોર્ડ પરીક્ષા 2021ની પ્રત્યેક વિષય માટે મેક્સિમમ 100 માર્ક્સનુ મૂલ્યાંકન કરવામાં આવશે. આમાં 20 માર્ક્સ વધારના મૂલ્યાંકન માટે અને 80 માર્ક્સ વર્ષના અંતમાં બોર્ડ પરીક્ષા માટે એકઠા કરવામાં આવશે.