CBSEએ ધોરણ 10 માટે નવી નીતિ કરી જાહેર, જૂનમાં આવશે પરિણામ
સીબીએસઈએ કોવિડ19ના કારણ રદ્દ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ માટે નવી અકં નિર્ધારણ નીતિની જાહેરાત કરી છે. જે મુજબ દરેક વિષયમાં 20 ગુણ આંતરિક મૂલ્યાંકન અને 80 ગુણ સત્ર દરમિયાન થયેલી પરીક્ષાઓ પર આધારિત હશે. જાણકારી અનુસાર, પરીક્ષાના પરીણામ આ વર્ષે જૂનમાં જાહેર કરવામાં આવશે.
સીબીએસઈએ કોવિડ19ના કારણ રદ્દ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ માટે નવી અકં નિર્ધારણ નીતિની જાહેરાત કરી છે. જે મુજબ દરેક વિષયમાં 20 ગુણ આંતરિક મૂલ્યાંકન અને 80 ગુણ સત્ર દરમિયાન થયેલી પરીક્ષાઓ પર આધારિત હશે. જાણકારી અનુસાર, પરીક્ષાના પરીણામ આ વર્ષે જૂનમાં જાહેર કરવામાં આવશે.
CBSE અનુસાર,
1- વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ પ્રત્યેક વિષયના કુલ 100 ગુણમાંથી 20 ગુણનું હશે. 80 ગુણ વર્ષ એન્ડ પરીક્ષા માટે નિર્ધારીત હશે. વિદ્યાર્થીઓએ 20 ગુણ માટે આ ઈન્ટરનલ એસેસમેન્ટ તેમના સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવશે. મોટાભાગની સ્કૂલો ઈન્ટરનલ એસેસમેન્ટનો ડેટા સીબીએસઈ પોર્ટલ પર અપલોડ કરી ચૂક્યા છે. બાકીની સ્કૂલોએ પણ કોઈપણ સંજોગોમાં 11 જૂન 2021 સુધી ઈન્ટરનલ એસેસમેન્ટનો ડેટા અપલોડ કરી દેવાનો રહેશે.
2- પરીક્ષાઓ રદ્દ થવાના કારણે બાકીના 80 ગુણનો ડેટા પણ સ્કૂલોએ તૈયાર કરવાનો રહેશે. તેના માટે સ્કૂલ દ્વારા એક વર્ષ દરમિયાન આયોજીત કરવામાં આવેલા અલગ-અલગ ટેસ્ટ પરીક્ષાને આધારે તૈયાર કરાશે. આ માર્ક્સ સ્કૂલની ગત પરીક્ષાની સમાન હશે.
3- દરેક સ્કૂલમાં પરીણામ તૈયાર કરવા માટે એક સમિતિ બનશે જેમાં સ્કૂલના આચાર્ય અને 7 શિક્ષકો સામેલ હશે. આ સમિતિ પરિણામને અંતિમ રૂપ આપશે. પાંચ શિક્ષક સ્કૂલના અલગ-અલગ વિષયો(ગણિત, સોશિયલ સાયન્સ અને સાયન્સ અને ભાષા)ના હશે અને બે શિક્ષક નજીકની સ્કૂલના હશે.
4-બહારની સ્કૂલના એ સદસ્ય શિક્ષકોને 2500 રૂપિયા બોર્ડ તરફથી આપવામાં આવશે, સ્કૂલના શિક્ષકોને 1500 રૂપિયા અપાશે. તેના માટે બોર્ડ એક પોર્ટલની વ્યવસ્થા કરશે.
આ રીતે મળશે પરીક્ષાના 80 ગુણ
પરીક્ષાનું નામ ----------------------------વધારે ગુણ
1- પીરિઓડિક ટેસ્ટ/ યૂનિટ ટેસ્ટ ----------10 ગુણ
2- અર્ધ વાર્ષિક / મિડ ટર્મ પરીક્ષા---------30 ગુણ
3- પ્રી બોર્ડ પરીક્ષા -------------------------40 ગુણ
કુલ -80 ગુણ