શોધખોળ કરો

Chhattisgarh Naxal Attack: નક્સલીઓ સાથેની અથડામણમાં 22 જવાન શહીદ, આજે 17 મૃતદેહ મળ્યા

નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણ બાદ આજે રવિવારે વધુ 17 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે.  શનિવારે બસ્તર  વિસ્તારમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર બાદ 21 જવાનો ગુમ હતા.

રાયપુર: છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા (Sukma-Bijapur) જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 22 જવાનો શહીદ થયા હતા. અથડામણ બાદ આજે રવિવારે વધુ 17 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.  શનિવારે બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર બાદ 21 જવાનો ગુમ હતા. લાપતા જવાનોને શોધવા માટે 600 જવાનોની બટાલિયન નક્સલીઓના વિસ્તારમાં રવાના થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી વધુ 17 મૃતદેહ મળી આવ્યા હતા. 

શનિવારે, લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી અથડામણમાં પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને અન્ય 30 ઘાયલ થયા છે. અથડામણ બાદ આજે રવિવારે સર્ચ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી વધુ 14 શબ મળી આવ્યા છે. 

સમચાર એજન્સી એએનઆઈ અનુસાર, બીજાપુરના એસપી કામાલોચન કશ્યપે આ વાતની પુષ્ટી  કરી હતી કે, શહીદ થનારા જવાનોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. તેમાંથી 17 મૃતદેહ આજે  મળી આવ્યા છે અને ગઈકાલે પાંચ મળ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાસ્થળેથી એક મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે. છત્તીસગઢ પોલીસે 9 નક્સલીઓને ઠાર કર્યાનો દાવો કર્યો છે. 

ગૃહમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે કરી વાતચીત

અથડામણને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી અને સીઆરપીએફ (CRPF) મહાનિદેશકને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તાત્કાલિક છત્તીસગઢ રવાના થાય. અમિત શાહે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, છત્તીસગઢ (Chhattisgarh)માં માઓવાદીઓ સામે લડતી વખતે શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષા જવાનોના બલિદાનને હું નમન કરું છું. દેશ તેમની  બહાદુરી નહીં ભૂલે.  શહીદ જવાનોના પરિવાર સાથે મારી સંવેદના છે. આપણે શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો સાથે લડત ચાલુ રાખીશું. 

પોલીસ અધિકારીઓ અનુસાર,  સુરક્ષા દળોએ સ્થળ પરથી એક મહિલા નક્સલવાદીનો મૃતદેહ બહાર કાઢ્યો છે. રાજ્યના નક્સલ વિરોધી ઓપરેશનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ ઓ.પી. પાલે કહ્યું કે, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળના પાંચ જવાન શહીદ થયા છે અને અન્ય 12 સૈનિકો ઘાયલ થયા છે. પાલે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે  બીજપુર અને સુકમા જિલ્લાની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયન, ડી.આર.જી. અને એસ.ટી.એફ.ની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહીમાં રવાના કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, નક્સલ વિરોધી અભિયાનમાં બીજાપુર જિલ્લાના  તર્રેમ, ઉસૂર અને પામેડ અને સુકમા જિલ્લાના મિનાપા અને નરસાપુરમથી લગભગ બે હજાર જવાન સામેલ હતા.  છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવારે, બપોરે 12 વાગ્યે, બીજાપુર-સુકમા જિલ્લાની સરહદ પર સુકમા જિલ્લાના જોગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ જોનાગુડા ગામ નજીક નક્સલવાદીઓની પીએલજીએ બટાલિયન અને તર્રેમના સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ ત્રણ કલાકથી વધુ ચાલી હતી. 

PM મોદીએ વ્યક્ત કર્યું દુખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નક્સલીઓ સાથે થયેલી અથડામણાં સુરક્ષાકર્મીઓના શહીદ થવા પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓના બલિદાનને ક્યારેય નહીં ભૂલાઈ. પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યું કે, મારી સંવેદનાઓ છત્તીસગઢમાં માઓવાદીઓ સાથે લડતા લડતા શહીદ થયેલા જવાનોના પરિવાર સાથે છે. વીર શહીદોના બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકાય. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Embed widget