CAA: જો રાજ્ય સરકાર CAA લાગુ નહી કરે તો કેન્દ્ર સરકાર શું કરશે? અમિત શાહે આપ્યો જવાબ
Citizenship Amendment Act: નાગરિકતા સંશોધન કાયદા પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે

Citizenship Amendment Act: નાગરિકતા સંશોધન કાયદા પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે. આ કાયદા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્રણ મુખ્યમંત્રીઓએ પણ દાવો કર્યો છે કે તેઓ તેમના રાજ્યમાં CAA લાગુ થવા દેશે નહીં. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સ્પષ્ટતા કરી છે. શાહે કહ્યું કે ચૂંટણી સુધી વિરોધ ચાલુ છે, ત્યારબાદ તમામ રાજ્યો CAA પર સહયોગ કરશે. શાહે એમ પણ કહ્યું કે રાજ્યોને CAAના અમલીકરણને રોકવાનો અધિકાર નથી અને આ પ્રક્રિયા સાથે સંબંધિત કામ ભારત સરકાર સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા જ પૂર્ણ કરવામાં આવશે.
#WATCH | On Kerala, Tamil Nadu and West Bengal Govts saying they will not implement CAA in their states, Union HM Amit Shah says, "Article 11 of our Constitution gives all the powers to make rules regarding citizenship to the Parliament. This is a Centre's subject, not the… pic.twitter.com/MsoNSJOGDl
— ANI (@ANI) March 14, 2024
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળે કહ્યું છે કે અમે તેમના રાજ્યોમાં CAA લાગુ થવા દઈશું નહીં. શું તેમને તેનો અમલ ન કરવાનો અધિકાર છે? જેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે તેઓ પણ સમજી રહ્યા છે કે તેમની પાસે અધિકાર નથી. બંધારણના અનુચ્છેદ 11માં નાગરિકતા અંગે કાયદો બનાવવાનો અધિકાર માત્ર ભારતની સંસદને જ આપવામાં આવ્યો છે. આ એક કેન્દ્રીય મુદ્દો છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કોઈ સામાન્ય વિષય નથી. તેથી નાગરિકતા અંગેનો કાયદો અને કાયદાનો અમલ તે બંનેને આપણા બંધારણની અનુચ્છેદ 246/1 દ્વારા અનુસૂચિ 7માં સામેલ કરવામાં આવ્યા છે. તેની તમામ સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે.
"Opposition parties are indulging in jhooth ki rajneeti...," Amit Shah on timing of bringing notification of CAA
— ANI Digital (@ani_digital) March 14, 2024
Read @ANI Story | https://t.co/wxX7VgJXWd#AmitShah #CAA #CitizenshipAmendmentAct #Opposition pic.twitter.com/b56fswjBkE
વધુમાં અમિત શાહને પૂછવામાં આવ્યું કે વેરિફિકેશન, ચેકિંગ વગેરેની કામગીરી શું રાજ્ય સરકાર દ્વારા જ પૂર્ણ થશે? જેના પર તેમણે કહ્યું કે શું ચકાસવાનું છે? શરણાર્થીઓ તેઓ પોતે જ ઇન્ટરવ્યૂમાં કહેશે કે અમે બાંગ્લાદેશથી આવ્યા છીએ. તેમના જૂના દસ્તાવેજો પણ બતાવશે. તે પૂછપરછ રાજ્યમાં પણ થઈ શકે છે, પરંતુ આ કામ ભારત સરકાર કરશે. હું માનું છું કે ચૂંટણી પછી બધા સહકાર આપશે. તેઓ રાજકારણ માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે. આ અપીસમેન્ટ પોલિટીક્સ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
