Arvind Kejriwal Net Worth: કેટલી સંપત્તિના માલિક છે અરવિંદ કેજરીવાલ, પત્નીના નામે 1 કરોડનું આલિશાન ઘર
Arvind Kejriwal Net Worth: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આજે દિલ્હી સીએમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી ન હતી. કેજરીવાલે પોતાની ધરપકડ રોકવા અરજી કરી હતી જેના પર કોર્ટ તરફથી તેમને ઝટકો મળ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સંપત્તિ વિશે વાત કરીએ તો, તેમની કુલ સંપત્તિ 3.44 કરોડ રૂપિયા છે. રોકડની વાત કરીએ તો તેમની પાસે માત્ર 12 હજાર રૂપિયા છે અને તેમની પત્ની પાસે માત્ર 9 હજાર રૂપિયા છે. તેમના પરિવારમાં 6 બેંક ખાતા છે, જેમાં કુલ 33.29 લાખ રૂપિયા જમા છે. સીએમ કેજરીવાલ પર કોઈપણ પ્રકારનું દેવું નથી. ચાલો જાણીએ તેમની સંપત્તિ કેટલી છે.
40 હજારની કિંમતની ચાંદી અને 32 લાખ રૂપિયાની કિંમતનું સોનું
વર્ષ 2020ના ચૂંટણી એફિડેવિટ મુજબ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની પાસે 32 લાખ રૂપિયાની કિંમતનું 320 ગ્રામ સોનું અને 40 હજાર રૂપિયાની કિંમતનું એક કિલો ચાંદી હતી. જ્યારે તેમની પત્નીના નામે 15.31 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં જમા છે. કેજરીવાલ પાસે તેમના નામે કોઈ વાહન નથી, પરંતુ તેમની પત્નીના નામે 6.20 લાખ રૂપિયાની મારુતિ બલેનો છે.
અરવિંદ કેજરીવાલની પત્નીના નામે 1 કરોડનું ઘર
હરિયાણાના ગુરુગ્રામમાં અરવિંદ કેજરીવાલની પત્નીના નામે એક આલીશાન ઘર છે, જે તેમણે વર્ષ 2010માં ખરીદ્યું હતું. વર્ષ 2020માં તે ઘરની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જ્યારે આ ઘર ખરીદાયું ત્યારે તેની કિંમત 60 લાખ રૂપિયા હતી. myneta.info અનુસાર, અરવિંદ કેજરીવાલ પાસે ગાઝિયાબાદ અને હરિયાણામાં તેમના નામે બિનખેતીની જમીન છે, જેની કિંમત 2020 મુજબ રૂ. 1.77 કરોડ છે.
કેજરીવાલ પર કોઈ પણ પ્રકારનું દેવું નથી
દિલ્હીના મુખ્યમંત્રી પર કોઈ પણ પ્રકારનું દેવું નથી. તેણે કોઈ બેંક કે ફાઈનાન્સ કંપની પાસેથી કોઈ પર્સનલ લોન લીધી નથી. આ સિવાય, LIC અને NSC, પોસ્ટલ સેવિંગ્સ અથવા ઇન્શ્યોરન્સ જેવી અન્ય કોઈપણ સરકારી યોજનાઓમાં રોકાણ કર્યું નથી. જો કે તેની પત્નીના નામે PPF ખાતામાં 13 લાખ રૂપિયા જમા છે.
અરવિંદ કેજરીવાલની ઈડીએ કરી ધરપકડ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીએમ આવાસ પર પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આતિશીએ કહ્યું કે ED બે વર્ષમાં એક રૂપિયો પણ રિકવર કરી શકી નથી. EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન, કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
Delhi CM and AAP national convenor Arvind Kejriwal arrested by the Enforcement Directorate (ED) in Excise policy case: Sources pic.twitter.com/LaSlephh0v
— ANI (@ANI) March 21, 2024