શોધખોળ કરો
Advertisement
કન્હૈયા પર રાજદ્રોહ કેસ કેસની મંજૂરી આપવા પર થરૂરનો કટાક્ષ, કહ્યું-જીતકર હારને વાલે કો કેજરીવાલ કહતે હૈ
જેએનયુમાં દેશવિરોધી નારા લગાવવા પર કન્હૈયા સહિત ત્રણ લોકો પર દેશદ્રોહનો આરોપ છે. જેના પર દિલ્હી સરકારે દેશદ્રોહનો કેસ ચલાવવા મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હી: દિલ્હી સરકારે જેએનયૂ વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ અને લેફ્ટ નેતા કન્હૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કન્હૈયા સહિત ત્રણ લોકો પર દેશદ્રોહનો આરોપ છે. હવે તેને લઈને કૉંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ શશિ થરૂરે નારાજગી વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.
શશિ થરૂરે કેજરીવાલ પર કટાક્ષ કરતા ટ્વિટર પર લખ્યું કે, “હાર કર જીતને વાલે કો બાજીગર કહતે, લેકિન જીતકર હારને વાલે કો કેજરીવાલ કહતે હૈ. જે બાજુ ફાયદો થાય, તે તે બાજુ જ જશે. હવે પાંચ વર્ષ #AAPka આજ દૌર ચાલશે. શાહ કેજરીવાલ ઓહ સોરી વાહ કેજરીવાલ !”
ઉલ્લેખનીય છે કે 2016, 9 ફેબ્રુઆરીના રોજ જેએનયૂના કેમ્પસમાં નારેબાજીનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ આ મામલલે તપાસ થઈ હતી. ત્યારે જેએનયૂ વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેના પર દિલ્હી સરકારે દેશદ્રોહનો કેસ ચલાવવા મંજૂરી આપી દીધી છે.हार कर जीतने वाले को बाज़ीगर कहते है, लेकिन जीत कर हारने वाले को केजरीवाल कहते है: https://t.co/RzfZSOOSbB Aur yeh bhi! https://t.co/smtFdSyFEI फायदा हो जिधर, वो उधर की और चलेगा अब पाँच साल #AAPka यही दौर चलेगा शाह केजरीवाल 👌 Ohh Sorry वाह केजरीवाल!
— Shashi Tharoor (@ShashiTharoor) February 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement