(Source: ECI/ABP News/ABP Majha)
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં કોગ્રેસનુ દેશવ્યાપી પ્રદર્શન, રાહુલ ગાંધી વિજય ચોક પહોંચ્યા
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો નોંધાયો છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો નોંધાયો છે. આ સાથે જ સતત વધી રહેલા ભાવોના વિરોધમાં કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ વિરોધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ જોડાયા હતા.
#WATCH Congress MP Rahul Gandhi along with party leaders holds protest against fuel price hike in Delhi pic.twitter.com/uIXJMoveLj
— ANI (@ANI) March 31, 2022
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે કોંગ્રેસ વિજય ચોક પાસે દેશવ્યાપી પ્રદર્શન કરી રહી છે, જેમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સાંસદો વિજય ચોકના મીડિયા લૉનમાં લગભગ એક કલાક સુધી ધરણા પર બેસશે, જ્યારે પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરોએ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથીઃ રાહુલ ગાંધી
દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આજે અહીં અમારા કોંગ્રેસના સાંસદો અને દરેક રાજ્યમાં અમારા નેતાઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. અમારી માંગણી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને રોકવામાં આવે. તેની અસર ગરીબો પર પડી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવ બમણા થઈ ગયા, આવું ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. સરકારનો સ્પષ્ટ એજન્ડા છે કે ગરીબોમાંથી પૈસા કાઢીને બેથી ત્રણ અબજપતિઓને આપવામાં આવે.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે આગાહી કરી હતી કે 5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. અમે માંગ કરીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે જનતાને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે સરકાર સમજી શકતી નથી.