(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
કોંગ્રેસે દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને ગોડ્ડા, ઝારખંડથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
Congress Candidate List: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રવિવારે (21 એપ્રિલ) બીજી ઉમેદવારોની યાદી બહાર પાડી. કોંગ્રેસે આ ઉમેદવારોની યાદીમાં આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને ગોડ્ડા, ઝારખંડથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે રાંચીથી યશસ્વિની સહાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગોડ્ડા સીટ પર અગાઉ ભાજપના નિશિકાંત દુબે અને મહાગામાના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહ વચ્ચે ચૂંટણી લડાઈ હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા ઉમેદવાર બદલાયા બાદ હવે નિશિકાંત દુબે અને પ્રદીપ યાદવ વચ્ચે મુકાબલો થશે.
પ્રદીપ યાદવે છેલ્લી લોકસભા ચૂંટણી ગોડ્ડાથી JVMની ટિકિટ પર લડી હતી. બાદમાં JVM ભાજપમાં ભળી ગયું. ત્યારબાદ પ્રદીપ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. 2007માં, તેઓ ભારતીય જનતા પાર્ટી છોડીને ઝારખંડ વિકાસ મોરચા (પ્રજાતાંત્રિક)માં જોડાયા. પ્રદીપ યાદવ પોરૈયાહાટના વર્તમાન ધારાસભ્ય પણ છે.
પ્રદીપ યાદવ રાજ્ય કેબિનેટમાં બે વખત મંત્રી રહી ચૂક્યા છે, તેઓ તત્કાલિન મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીના શાસનમાં ગ્રામીણ વિકાસ મંત્રી હતા. આ પહેલા તેઓ ભાજપના સભ્ય તરીકે 13મી લોકસભામાં ગોડ્ડા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. કોંગ્રેસે યશશ્વિની સહાયને રાંચી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે, તેમનો સીધો મુકાબલો ભાજપના સંજય સેઠ સાથે થશે. લોકસભાની 14 બેઠકો ધરાવતા ઝારખંડમાં ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા તબક્કામાં મતદાન થશે.
कांग्रेस ने आंध्र प्रदेश और झारखंड के लिए लोकसभा उम्मीदवारों की सूची जारी की।
— ANI_HindiNews (@AHindinews) April 21, 2024
कांग्रेस ने झारखंड के गोड्डा से दीपिका सिंह पांडे की जगह प्रदीप यादव को अपना उम्मीदवार घोषित किया है।#LokSabhaElections2024 pic.twitter.com/P9UwcYgsvQ
દેશભરમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે
આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 42 બેઠકો છે, જ્યારે ઝારખંડમાં કુલ 14 લોકસભા બેઠકો છે. આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં લોકસભાની 6 અને વિધાનસભાની 12 બેઠકો માટે યાદી જાહેર કરી હતી. લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. દેશની 543 લોકસભા સીટોમાંથી 102 પર મતદાન થયું છે. દેશભરમાં સાત તબક્કામાં યોજાનાર મતદાનના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશની 50 વિધાનસભા બેઠકો અને સિક્કિમની 32 વિધાનસભા બેઠકો માટે 19 એપ્રિલે એક સાથે ચૂંટણી યોજાઈ હતી.