Delhi Corona Cases: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોના કેસ ? કેટલા લોકોના થયા મોત, જાણો વિગત
Delhi Covid-19 Update: રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 709 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ રાજ્યમાં 2910 એક્ટિવ કેસ છે.
Delhi Corona Cases: સમગ્ર દેશની સાથે રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેસ ઘટી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 393 નવા કેસ અને બે સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 709 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ રાજ્યમાં 2910 એક્ટિવ કેસ છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે. આજે 1569 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.44 ટકા છે. સોમવારે 2202 નવા કેસ અને 27 મોત નોંધાયા હતા. રવિવારે 2487 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા હતા.
Delhi reports 393 new #COVID19 cases, 709 recoveries and two deaths in the last 24 hours.
— ANI (@ANI) May 17, 2022
Active cases 2910 pic.twitter.com/lTcfLxNRzL
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 16,400 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,260 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,84,710 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 191,48,944 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 10,78,005 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
આ પણ વાંચોઃ
Coronavirus: સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો
Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ ? જાણો શું છે હકીકત
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ