શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: શું કોરોનાની રસી માટે સરકાર પાસે 80 હજાર કરોડ રૂપિયા છે ? અદાર પૂનાવાલાએ પૂછ્યો સવાલ
અદાર પૂનાવાલાએ ટવિટર પર લખ્યું, શું ભારત સરકાર પાસે આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા હશે ? કારણકે ભારતમાં તમામ માટે રસી ખરીદવા અને વિતરિત કરવા માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આટલી રકમની જરૂર છે.
નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ શનિવારે સરાકરને સોશિયલ મીડિયા દ્વારા એક મોટો સવાલ કર્યો છે. પૂનાવાલાએ કોરોના વાયરસ મહામારી સામે લડવામાં ભારતના પડકાર પર વાત કરતાં પૂછ્યું, શું કેન્દ્ર સરકાર પાસે કોવિડ-19 રસીના ખરીદ અને વિતરણ માટે એક વર્ષમાં ખર્ચ કરવા માટે 80,000 કરોડ રૂપિયા છે ?
અદાર પૂનાવાલાએ ટવિટર પર લખ્યું, શું ભારત સરકાર પાસે આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા હશે ? કારણકે ભારતમાં તમામ માટે રસી ખરીદવા અને વિતરિત કરવા માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આટલી રકમની જરૂર છે. આ સાથે પૂનાવાલાએ પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કર્યુ અને લખ્યું, આ આગમી પડકાર છે, જેની સામે લડવું પડશે.
પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઉત્પાદન કરવામાં આવતાં ડોઝની સંખ્યાના હિસાબેવિશ્વની સૌથી મોટી વેક્સીન નિર્માતા છે. કોરોના વાયરસ માટે તે અલગ અલગ વેક્સીન પર કામ કરી રહી છે. અદાર પૂનાવાલા કંપનીના સીઈઓ છે. તેના પિતા ડો. સાઇરસ પૂનાવાલાએ 1966માં સીરમ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી અને અદાર પૂનાવાલા 2001માં જોડાયા હતા.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 85,362 નવા કેસ નોંધાયા હતા અને 1,089 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,03,933 પર પહોંચી છે. જેમાંથી 9,60,969 એક્ટિવ કેસ છે. જ્યારે 48,29,585ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 93,379 પર પહોંચી છે.
Gujarat Corona Cases Update: રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3400ને પાર, આજે 1417 કેસ નોંધાયા
UNમાં પીએમ મોદીએ કોરોના રસીને લઈ શું કરી મોટી વાત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement