શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા 31 થઈ
ભારતમાં સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે ઈટલીના પર્યટકની પત્નીનો રિપોર્ટ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે.
નવી દિલ્હી: ખતરનાક વાયરસ કોરોનાનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. ભારતમાં સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે ઈટલીના પર્યટકની પત્નીનો રિપોર્ટ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. હવે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 31 થઈ ગઈ છે.
જયપુરમાં પ્રાથમિક તપાસમાં પર્યટકની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં પુનાની લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. પુનાની લેબમાં સેમ્પલ પોઝિટિવ આવ્યો છે. આજે કોરોના વાયરસનો ભારતમાં આ બીજો કેસ પોઝિટિવ આવ્યો છે.
ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ચીનમાં 3000થી વધુ લોકોના મોત થયા છે. આ ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટાલીમાં અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે.
દિલ્હી સરકારે તમામ સ્કૂલો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેના પ્રમાણે દિલ્હીમાં 5માં ધોરણ સુધીની તમામ પ્રાયમરી સ્કૂલ 31 માર્ચ સુધી રહેશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, આવતીકાલતી ધોરણ 5 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને 31 માર્ચ સુધી બંધ રહેશે.
કોરાના વાયરસના કારણે અનેક દેશોમાં મોટી મોટી ઈવેન્ટ્સ રદ કરવામાં આવી રહી છે. એવામાં ઓલિમ્પિક પર પણ કોરોનાનો ખતરો મડરાઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion