શોધખોળ કરો
Advertisement
કોરોનાનો હાહાકારઃ દેશમાં કોરોના વાયરસાના કેસ વધીને 195 સુધી પહોંચ્યા, એક જ દિવસમાં 22 કેસ વધ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કુલ 195 કોરોના વાયરસના કેસમાંથી 20 લોકો એવા છે જે ઠીક થઈ ગયા છે અને સારવાર બાદ તેમનામાં કોરોનાના લક્ષ્ણ જોવા મળ્યા નથી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસ ભારતમાં ધીમે ધીમે વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર શુક્રવાર સવાર સુધીમાં દેસભરમાં કોરોના વાયરસના કેસનો આંકડો 195 સુઘી પિહોંચી ગયો છે. એક દિવસમાં જ આ આંકડામાં 22નો વધારો ધયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવાર સાંજ સુધી દેશભરમાં કુલ 173 કોરોના વાયરસના કેસનો આંકડો જાહેર કર્યો હતો પરંતુ શુક્રવારે સવારે તે વધીને 195 કરી દીધો છે. દેશભરમાં કોરોના વાયરસના 195માંથી 163 કેસ ભારતીય નાગરિકોના છે અને અન્ય 32 વિદેશી નાગરિક છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કુલ 195 કોરોના વાયરસના કેસમાંથી 20 લોકો એવા છે જે ઠીક થઈ ગયા છે અને સારવાર બાદ તેમનામાં કોરોનાના લક્ષ્ણ જોવા મળ્યા નથી. જોકે 4 કેસ એવા પણ જેમાં કોરોના વાયરસ પીડિતનું મોત થયું છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
દેશભરમાં કુલ 20 રાજ્યો અથવા કેન્દ્ર શાશિત પ્રદેશોમાંથી કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી કુલ 47 કેસ પોઝિટિવ છે. ત્યાર બાદ કેરળમાં 28, યૂપીમાં 19, હરિયાણામાં 17, દિલ્હીમાં પણ 17, કર્ણાટકમાં 15 અને લદ્દાખમાં 10 કેસ સામે આવ્યા છે. બાકીના કેસ દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. ભારતમાં નોંધાયેલ કુલ કેસમાંથી 4 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે સારી વાત એ છે કે 20 વ્યક્તિને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અથવા તેમનામાં સારવાર બાદ લક્ષ્ણો જોવા મળ્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion