(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Cases India: દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3.50 લાખને પાર, બે મહિના બાદ નોંધાયા સૌથી ઓછા દૈનિક કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 86,498 નવા કેસ આવ્યા અને 2123 લોકોના મોત થયા હતા, જ્યારે 1,82, 282 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3.50 લાખને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 86,498 નવા કેસ આવ્યા અને 2123 લોકોના મોત થયા હતા, જ્યારે 1,82, 282 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર વિતેલા 61 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા સૌથી ઓછા કેસ સાત એપ્રિલના રોજ આવ્યા હતા. ત્યારે એક જ દિવસમાં એક લાખ 15 હજાર કેસ નોંધાયા હતા. દેશમાં હાલમાં પોઝિટિવીટી રેટ 6.34 ટકા છે.
દેશમાં આજે કોરોનાની સ્થિતિ
- કુલ કોરોના કેસ - બે કરોડ 89 લાખ 96 હજાર 473
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 73 લાખ 41 હજાર 462
- કુલ એક્ટિવ કેસ - 13 લાખ 03 હજાર 702
- કુલ મોત - 3 લાખ 51 હજાર 702
દેશમાં અત્યાર સુધી 23 કરોડ 61 લાખ 98 હજાર 726 ડોઝ અપાયા
દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના રસીના 13 લાખ 90 હજાર 916 ડોઝ આપવામાં આવ્યા. ત્યાર બાદ કુલ રસીનો આંકડો 23 કરોડ 61 લાખ 98 હજાર 726 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, બિહાર, દિલ્લી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 18-44 વર્ષના 10 લાખથી વધારે લાભાર્થીને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આઈસીએમઆર (ICMR)એ જાણકારી આપી છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસના 18 લાખ 73 હજાર 485 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ 36 કરોડ 82 લાખ 07 હજાર 596 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
India reports 86,498 new #COVID19 cases, 1,82,282 discharges, and 2123 deaths in the last 24 hours, as per Health Ministry
— ANI (@ANI) June 8, 2021
Total cases: 2,89,96,473
Total discharges: 2,73,41,462
Death toll: 3,51,309
Active cases: 13,03,702
Total vaccination: 23,61,98,726 pic.twitter.com/d3U55MKQ3n
કર્ણાટકમાં સૌથી વધુ એક્ટિવ કેસ
દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતાં રાજ્યોમાં કર્ણાટક મોખરે છે. જે બાદ તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, આસામનો સમાવેશ થાય છે.