શોધખોળ કરો
Advertisement
કોરોના કહેરની વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 31 માર્ચ 2021 સુધી કોઈપણ નવી યોજના નહીં
કેન્દ્ર સરકાર અનુસાર નવી યોજના પચી તે એસએફસી પ્રસ્તાવ કે મંત્રાલય અંતર્ગત હોય કે ઈએફસીના માધ્યમથી 2020-21માં શરૂ કરવામાં નહીં આવે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે તે કોવિડ-19ને કારણે હવે 31 માર્ચ 2021 સુધી કોઈપણ નવી યોજનાની શરૂઆત નહીં કરે. એટલે કે આગામી એક વર્ષ સુધી સરકાર કોઈ પણ નવી યોજનાની જાહેરાત નહીં કરે. માત્ર ગરીબ કલ્યાણ પેકેજ અથવા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત જાહેર કરવામાં આવેલ વિશેષ પેકેજ ઉપરાંત કોઈપણ નવી સ્કીમની જાહેરાત કરવામાં નહીં આવે. સરકારે આ નિર્ણય કોરોના કારણે ઉભી થયેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો છે.
કેન્દ્ર સરકાર અનુસાર નવી યોજના પચી તે એસએફસી પ્રસ્તાવ કે મંત્રાલય અંતર્ગત હોય કે ઈએફસીના માધ્યમથી 2020-21માં શરૂ કરવામાં નહીં આવે. પીએમ ગરીબ કલ્યાણ પેકેજ, આત્મ નિર્ભર બારત અભિયાન પેકેજ અને કોઈ અન્ય વિશેષ પેકેજ અંતર્ગત જાહેર કરવામાં આવેલ પ્રસ્તાવને છોડીને કોઈપણ નવી યોજના શરૂ કરવામાં નહીં આવે. નાણાં મંત્રાલય આ પ્રકારનીયોજના માટે એપ્રેન્ટિસની મંજૂરી આ નાણાંકીય વર્ષમાં આપવામાં નહીં આવે. પહેલાથી જ સ્વીકૃત અથવા પહેલેથી મંજૂર નવી યોજનાની શરૂઆત પણ 31, 2021 સુધી અથવા આગામી આદેશ સુધી અથવા એક વર્ષ સુધી આગળ નહીં વધે.
આ નિર્ણય પહેલા જ સરકાર લઈ ચૂકી હતી કે જૂની યોજનાઓને પૂરી કર્યા બાદ જ નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. હવે કોવિડ 19ને કારણે આ નિર્ણયને વધુ કડકાઈથી લાગુ કરવામાં આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement