શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ પૂણેમાં પ્રતિબંધ છતાં દુકાન ખોલનારા 16 દુકાનદારો વિરુદ્ધ કેસ દાખલ
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ પૂણેથી આવી રહ્યા છે. એવામાં પૂણે વહીવટીતંત્રએ નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
નવી દિલ્હીઃ આખા દેશમાં કોરોના વાયરસનો કહેર વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ પોઝિટીવ કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ પૂણેથી આવી રહ્યા છે. એવામાં પૂણે વહીવટીતંત્રએ નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પૂણે જિલ્લા વહીવટીતંત્રએ 16 દુકાનદારો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે.
આ દુકાનદારો પર આરોપ છે કે મહામારીના પ્રકોપથી બચવા માટે ઓથોરિટીએ દુકાન બંધ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેમ છતાં તેમણે દુકાન ખોલી હતી. પિંપરી-ચિંચવાડ પોલીસે આ 16 દુકાનદારો વિરુદ્દ આઇપીસીની કલમ 188 હેઠળ કેસ દાખલ કર્યો છે.
આરોપ સાબિત થતા આ દુકાનદારોને છ મહિનાની જેલની સજા અથવા એક હજાર રૂપિયાનો દંડ અથવા બંન્ને થઇ શકે છે. પૂણે અને પિંપરી-ચિંચવાડ પોલીસે 122 પોલીસ જવાનોની એક ટીમ બનાવી છે. આ ટીમ કોમર્શિયલ એક્ટીવિટી પર નજર રાખી રહી છે જે સરકારના આદેશ છતાં ચાલી રહી હતી. પોલીસ તરફથી જાહેર દિશા નિર્દેશ છતાં જેમણે દુકાનો ખોલી છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં મોટાભાગની દુકાનો ગારમેન્ટ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement