શોધખોળ કરો

Coronavirus: હાલમાં લોકડાઉન નહીં હટાવે સરકાર, 14 મે સુધી તબક્કાવાર રીતે ખોલશે- સૂત્ર

પીએમ મોદી એ જિલ્લામાં અથવા વિસ્તારમાં કેટલીક છૂટની જાહેરાત કરી શકે છે, જ્યાં કેસ નથી આવ્યા. સાથે જ કેટલાક વિસ્તારમાં કેટલીક કલાકની છૂટ આપવાની પણ સંભાવના છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલ 21 દિવસના લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. પીએમ મોદી આજે સવારે 10 કલાકે દેશનો સંબોધિત કરશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા સરકાર હાલમાં લોકડાઉન ખોલવાના તરફેણમાં નથી. પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન એ વાતનો ઉલ્લેખ કરી શકે છે કે દક્ષિણ કોરિયા અને ચીનમાં ફરી આ વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે એવામાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. 14 મે સુધી તબક્કાવાર રીતે લોકડાઉન ખોલશે સરકાર સૂત્રો અનુસાર, એ પણ કહેવામાં આવશે કે વિશ્વના અન્ય દેશોમાં ભારતમાં તેની અસર ઘણી ઓછી છે, કારણ કે સરકારે સમય પર પગલા લીધા હતા. આ સમસ્યાનો સામનો કરવા માટે અત્યાર સુધી કઈ કઈ તૈયારીઓ કરવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવશે. સૌથી મહત્ત્વપૂર્ણ તથ્ય એ છે કે સરકાર આ લોકડાઉનને 14 મે સુધી તબક્કાવાર રીતે ખોલશે. તેના માટે સાપ્તાહિક સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના છે.
  • જે વિસ્તારમાં કેસ વધારે ત્યાં છૂટ આપવામાં નહીં આવે.
  • દિલ્હી અને એનસીઆરમાં પણ છૂટ મળવાની શક્યતા ઓછી છે.
  • એક સાથે ભીડ ન થાય તેના માટે રેલવેનું સંચાલન કરવામાં નહીં આવે.
  • રેલવેને તબક્કાવાર રીતે સમીક્ષાના આધારે ચાલુ કરવામાં આવશે.
  • બાદમાં ધીમે ધીમે પેસેન્ટર ટ્રેનની સંખ્યા વધારાવમાં આવસે.
  • સિનેમા હોલ, મોલ,સ્કૂલ, કોલેજ પણ નહીં ખુલે.
જ્યાં કેસ નથી, ત્યાં મળી શકે છે છૂટ પીએમ મોદી એ જિલ્લામાં અથવા વિસ્તારમાં કેટલીક છૂટની જાહેરાત કરી શકે છે, જ્યાં કેસ નથી આવ્યા. સાથે જ કેટલાક વિસ્તારમાં કેટલીક કલાકની છૂટ આપવાની પણ સંભાવના છે. જરૂરી સામાન સાથે જોડાયેલ કંપનીઓને કેટલીક હદ સુધી છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે, તેના માટે કંપનીઓને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવશે કે તે સરકાર દ્વારા આપવામાં આવેલ દિશા નિર્દેશો અનુસાર કંપનામાં એક મર્યાદિત સંખ્યામાં કર્મચારી બોલાવીને કામ શરૂ કરી શકે છે. સરકારી કાર્યાલયમાં ધીમે ધીમે કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવશે અને સમીક્ષાના આધારે સંખ્યા વધારવામાં આવશે. જે વિસ્તારમાં લોકડાઉન રહેશે એ વિસ્તારમાં રાજ્ય પ્રશાસનને કડકાઈથી તેનું પાલન કરાવવા માટે કહેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Embed widget