શોધખોળ કરો
Advertisement
Cyclone Nivar : ‘નિવાર’ વાવાઝોડુ 5 વાગ્યા બાદ ત્રાટકી શકે છે તમિલનાડુ-પુડુચેરીના કિનારે
નિવાર વાવાઝોડુ સાંજે 5 વાગ્યા બાદ કોઈપણ સમયે ત્રાટકી શકે છે અને આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરી પર સૌથી વધારે ખતરો છે.
દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી અને ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં આજે સાંજે ‘નિવાર’ નામનું વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેનાથી કિનારાના વિસ્તારોમાં 100થી 110 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 14 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
નિવાર વાવાઝોડુ સાંજે 5 વાગ્યા બાદ કોઈપણ સમયે ત્રાટકી શકે છે અને આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરી પર સૌથી વધારે ખતરો છે. હાલના સમયે દરિયા કિનારે ઉંચા મોજો ઉછળી રહ્યા છે.
પુડુચેરીમાં સાઈક્લોન નિવારની અસર શરૂ થઈ ગઈ છે. અહીં જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન શરૂ થયો છે. લોકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ જૂના વૃક્ષોને તોડી રહી છે અને ભારે પવનના કારણે ધરાશાયી થયેલા વૃક્ષો દૂર કરી રહી છે જેની જાનમાલને નુકશાન ન થાય.
ત્રણેય રાજ્યના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાનું કામ શરુ કરી દેવાયું છે. PM મોદીએ ત્રણેય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને શક્ય એટલી મદદની ખાતરી આપી છે.
સુરક્ષાના ભાગરુપે વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પરિસ્થિતિને જોતા વિશાખાપટનમમાં ત્રણ ડોનિયર વિમાન તૈનાત રખાયા છે. દક્ષિણ રેલવેની 12 ટ્રેનો રદ્દ કરી કરી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તોફાન વચ્ચે પણ સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા 30 બોટના માછીમારો લાપતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion